News of Sunday, 30th August 2026
મહેસાણાના ઉનાવા ગામે નશામુક્તિ અભિયાન મુદ્દે યુવક પર હુમલો :ત્રણ શખ્સોએ પાઇપ અને લાકડીથી યુવક પર હુમલો કર્યાનો આરોપ
યુવકના પિતા નશામુક્તિ અભિયાન ચલાવતા હોવાથી પુત્રને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ

મહેસાણાના ઉનાવા ગામે નશામુક્તિ અભિયાન મુદ્દે યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. યુવકના પિતા નશામુક્તિ અભિયાન ચલાવતા હોવાથી પુત્રને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ત્રણ શખ્સોએ પાઇપ અને લાકડી વડે યુવક પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરગાહથી પરત ફરતા યુવકને રસ્તામાં રોકી હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી છે. હુમલાખોરોએ નશામુક્તિ અભિયાન બંધ કરવા ધમકી આપી હોવાનો તેમજ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો દાવો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
