News of Monday, 11th May 2026
સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પ્રથમ વખત રાજપીપલા જિન કમ્પાઉન્ડ ખાતે સમૂહલગ્નોત્સવનું આયોજન
શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા :સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચન્દ્રશોભાચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પ્રથમ વખત રાજપીપલાજિન કમ્પાઉન્ડ ખાતે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નોત્સવ પ્રસંગે કુલ 59 જોડાઓ પ્રભુતામાં પગલાં પાડશે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તમામ જોડાઓ લગ્નગ્રંથીથી જોડાશે.આ પ્રસંગને વધુ સેવાભાવપૂર્ણ બનાવવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં સાંસદ મનસુખભાઈ વસાવા તથા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર દાતાઓને રેડ ક્રોસસંસ્થાની ટીમ દ્વારા પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા માનવતા અને સેવાભાવના ઉત્તમ ઉદાહરણરૂપ સંદેશ સમાજમાં પ્રસરી રહ્યો છે.સમૂહલગ્નોત્સવ અને રક્તદાન શિબિર બંને કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સેવાભાવના મૂલ્યો વધુ મજબૂત બન્યા હોવાનું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા ના વાઇસ ચેરમેન દેવેન્દ્ર સિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા ના મન્ત્રી જયેશભાઇ દોશી એ ઉપસ્થિત રહી રક્તદાન શિબિર યોજવા બદલ ચન્દ્રશોભાચેરિટેબલ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
