<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાડજ ખાતે સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર હિતેશભાઈ બારોટ પણ વૃક્ષારોપણમાં સહભાગી થયા: AMC દ્વારા મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત પચાસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હાંસલ કરાયો

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાડજ ખાતે સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત  વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત પચાસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હાંસલ કરાયો છે. સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર હિતેશભાઈ બારોટ સહિતના મહાનુભાવો પણ વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરતાં પહેલાં સામાન્ય નાગરિકોને સહજપણે મળીને સંવાદ સાધ્યો હતો.
  અંદાજે ૮૫,૦૦૦ ચો.મી.ના ભાડજ પ્લાન્ટેશન પ્લોટમાં ૬૬,૬૦૦ ચો.મી. વિસ્તારમાં એક લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. ભાડજ પ્લાન્ટેશન પ્લોટમાં ૩૮થી વધુ પ્રકારનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે અને ત્રિફળા વન ઊભું કરવામાં આવનાર છે.
  આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ દિનેશ મકવાણા, ડે. મેયર શ્રીમતી અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, રાજકીય અગ્રણી પ્રેરકભાઈ શાહ, સ્થાનિક ધારાસભ્યઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના એએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૯માં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ પછી દર વર્ષે આ મિશન અંતર્ગત લક્ષ્યાંકમાં મિલિયન્સના પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે અમ્યુકો દ્વારા પચાસ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો છે

(1:04 PM IST)