<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

સલામતી પોલીસ સ્ટેશનના લીમડી ગામે થયેલ અનડીટેક્ટ ખુનનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી નર્મદા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા પોલીસ વડા ની અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના અને માર્ગદર્શનના પગલે તથા સંજય શર્મા, ના.પો.અધિ. એકતાનગર વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા કે.એ. વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. તથા વી.કે.ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર સલામતી પો.સ્ટે. તથા એમ.આર.વાળા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી./ એસ.ઓ.જી./પેરોલ-ફર્લો તથા એકતાનગર/સલામતી પો.સ્ટે.ની અગલ-અલગ ટીમ દ્વારા સલામતી પોલીસ સ્ટેશનનમાં નોંધાયેલ ગુનામાં ફરીયાદી બહેનના પતિ કંચનભાઇ ભયજી તડવી (રહે. લીમડી તા.ગરૂડેશ્વર )નાઓને ગઇ તા.૧૩/૦૫/૨૦૨૬ના રોજ રાત્રીના બે થી ત્રણ વાગ્યાના સમયગાળામા પોતાના ઘરની બહાર ખાટલામાં ગાઢ નિદ્રામાં હોય ત્યારે કોઇ અજાણ્યા ઇસમે ધારદાર હથિયારથી માથાના ભાગે કપાળમા મારી લોહી લુહાણ કરી મોત નિપજાવેલ. હોય જે ગુનાને ડીટેક્ટ કરવા સારૂ ઉપરોક્ત અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ. આ ટીમો દ્વારા ટેક્નીકલ સર્વેલન્સ અને અંગત બાતમીદારો રોકી અલગ-અલગ શકમંદોની પુછપરછ કરી હકીકત મેળવવાની તજવીજ કરવામાં આવેલ. દરમ્યાન ખાનગી બાતમીદાર તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે માહીતી મળેલ કે, ગોરા નવી વસાહતમાં રહેતા ગંગારામ હરેશભાઇ તડવીનાઓ આ મરનારની નાની દિકરી સાથે પ્રેમ સબંધ હોય અને લગ્ન કરવા માંગતા હોય પરંતુ આ મરનાર કંચનભાઇ તડવીનાઓ તેની દિકરીના લગ્ન ગંગારામ સાથે કરાવવા માંગતો ન હોઇ જેથી શકમંદ ગંગારામ હરેશભાઇ તડવીની ઉપરોક્ત ટીમો મારફતે ધનિષ્ઠ પુછપરછ કરતા ગંગારામે કબુલ કરેલ કે આ મરનારની નાની દિકરી સાથે પ્રેમ સબંધ હોય અને લગ્ન કરવા માંગતો હોય પરંતુ મરનાર લગ્ન કરાવવાની ના પાડતો હોય અને તેની દિકરીનું અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતો હોય જેની રીસ રાખીને આરોપીને રાત્રી દરમ્યાન તેના ઘરે જઇને તેને સુતેલી હાલતમાં તલવારથી માથાના ભાગે મારી મોત નિપજાવી ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત જણાવતા આ અનડીટેક્ટ ખુનનો ગુનો ડીટેક્ટ કરી આરોપી તથા ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરી સલામતી પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

(10:14 PM IST)