<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

આણંદમાં રવિવારે સહકાર ભારતી ગુજરાત દ્વારા અર્બન કો-ઓપરેટિવ બેંક અભ્‍યાસ વર્ગ

રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંજયજી પાંચપોર અને શીર્ષ નેતૃત્‍વની વિશેષ ઉપસ્‍થિતિઃ BR Act, ફયુચર બેંકિગ અને AI જેવા આધુનિક વિષયો પર નિષ્‍ણાતો આપશે માર્ગદર્શનઃ ‘સહકાર જ્‍યોત' વિશેષ અંકનું વિમોચન થશે

રાજકોટઃ વિના સંસ્‍કાર, નહીં સહકાર અને ૅવિના સહકાર, નહિ ઉદ્ધારના ઉમદા ધ્‍યેય સાથે કાર્યરત દેશની અગ્રણી સંસ્‍થા સહકાર ભારતી દ્વારા આગામી તા ૫ જુલાઇ રવિવારના રોજ આણંદ ખાતે ગુજરાત પ્રાંતના અર્બન કો-ઓપરેટિવ બેંક ક્ષેત્ર માટે એક ભવ્‍ય અને ગરિમાપૂર્ણ 'અભ્‍યાસ વર્ગ'નું આયોજન કરવામાં આવ્‍યું છે. આણંદ સ્‍થિત જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્‍જિનિયરિગ એન્‍ડ ટેકનોલોજીના મધ્‍યસ્‍થ હોલમાં સવારે ૧૦ થી સાંજના ૫:૩૦ વાગ્‍યા સુધી યોજાનારા આ ઉચ્‍ચ સ્‍તરીય અભ્‍યાસ વર્ગમાં ગુજરાત રાજ્‍યની તમામ અર્બન કો-ઓપરેટિવ બેંકોના ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્‍ટર્સ, સી.ઈ.ઓ. , એમ.ડી. અને જી.એમ. કક્ષાના અપેક્ષિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

સહકાર ભારતી ગુજરાતના ક્ષેત્રીય સંગઠન પ્રમુખ શ્રી જીવણભાઈ ગોલે, ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી જેન્‍તીભાઈ કેવત, પ્રદેશ સંગઠન પ્રમુખ શ્રી ચીમનભાઈ ડોબરીયા, રાષ્ટ્રીય અર્બન સહ-પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી નલીનભાઈ વસા, ગુજરાત પ્રદેશ અર્બન બેંક પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી ગૌતમભાઈ વ્‍યાસ અને પ્રદેશ સહ-પ્રકોષ્ઠ શ્રી કેતનભાઇ પટેલની સંયુક્‍ત યાદીમાં જણાવાયું છે કે, બેંકિગ ક્ષેત્રના વર્તમાન પડકારો અને ભવિષ્‍યના આયોજનને ધ્‍યાનમાં રાખીને આ સેમિનારનું આયોજન કરાયું છે, જે ગુજરાતની બેંકોના પ્રતિનિધિઓ માટે પરસ્‍પર નિકટતા કેળવવાનો શ્રેષ્ઠ અવસર સાબિત થશે.

આ અભ્‍યાસ વર્ગમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી સંજયજી પાંચપોર, રાષ્ટ્રીય બેંક પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી અભય માટે, રાષ્ટ્રીય બેંક સહ-પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી નલીનભાઈ વસા તેમજ ક્ષેત્રીય સંગઠન પ્રમુખ શ્રી જીવણભાઈ ગોલે ખાસ ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે. સમગ્ર વર્ગના ઇન્‍ચાર્જ તરીકે શ્રી કેતનભાઇ પટેલ સેવાઓ આપી રહ્યા છે.

આ સેમિનારમાં બેંકિગ જગતના જુદા જુદા વિષયના ટોચના નિષ્‍ણાતો સત્રો લેશે. જેમાં શ્રી ચિતનભાઈ પટેલ અને શ્રી શરદજી ગાગલ ‘હ્યુમન રિસોર્સિસ' (HR) પર, શ્રી રાકેશભાઈ અરાવતીયા ‘એડવાન્‍સીસ અને ડિજિટલ ટેકનોલોજી' પર, આરબીઆઈના પૂર્વ અધિકારી શ્રીમતી મનીષા કાલે ‘ય્‍ગ્‍ત્‍ ઇન્‍સ્‍પેક્‍શન' પર, શ્રી અભય માટે ‘બી. આર. એક્‍ટ' (BR Act) પર તેમજ શ્રી મિષાી સર ‘એએલ અને અમ્‍બ્રેલા' (AL/Umbrella) જેવા ગૂઢ વિષયો પર વિસ્‍તૃત માર્ગદર્શન આપશે. આ ઉપરાંત વર્તમાન પરિસ્‍થિતિમાં અત્‍યંત ઉપયોગી એવા વિઝન ડોક્‍યુમેન્‍ટેશન, સફળ બેંકોની પ્રેરક વાતો, ફયુચર બેંકિગ, આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) અને ડિજિટલાઈઝેશન જેવા વિષયો આકર્ષણનું કેન્‍દ્ર રહેશે. સેમિનારમાં એક વિશેષ માહિતી પત્રક પણ એનાયત કરાશે. વિવિધ બેંકના ચેરમેનો પોતપોતાની બેંકની વિશેષતાઓ રજૂ કરશે અને અંતમાં સમાપન પ્રવચન શ્રી સંજયજી પાંચપોરનું રહેશે.

ગુજરાતભરમાંથી મહત્તમ સંખ્‍યામાં બેંકિગ પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહે તે માટે રાજ્‍યને ચાર ઝોનમાં વહેંચીને જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનની કમાન શ્રી કિર્તીભાઈ પટેલ, મધ્‍ય ગુજરાતની શ્રી નીતિનભાઈ સોની, દક્ષિણ ગુજરાતની ડો. પાંડેજી અને સૌરાષ્ટ્ર-કચ્‍છ ઝોનની જવાબદારી સંયોજક શ્રી જયેશભાઈ સંઘાણી (મો. ૯૪૨૮૨૦૦૫૨૦) યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(1:47 PM IST)