તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 18th May 2026
વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ઘોર બેદરકારી :ફ્લાઈટમાં પાવર ગુલ થતાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા
મુસાફરો અડધો કલાક સુધી ફ્લાઈટમાં અટવાતાં હોબાળો મચાવ્યો:ઈન્ડિગોની ફ્લાઈટ 6E 657માં ટેકનિકલ ખામી સર્જાઈ :વીજ પુરવઠો પૂર્વવત થતાં ફ્લાઈટને આગળ રવાના કરવામાં આવી

વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની બેદરકારી આવી સામે છે. ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર ગુલ થતાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા હતા.મુસાફરો અડધો કલાક સુધી ફ્લાઈટમાં અટવાતાં હોબાળો મચાવ્યો હતો.ઈન્ડિગોની ફ્લાઈટ 6E 657માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વીજ પુરવઠો પૂર્વવત થતાં ફ્લાઈટને આગળ રવાના કરવામાં આવી હતી.લોકો એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ઘોર બેદરકારી કહી રહ્યા છે.ફ્લાઈટમાં પાવર ગુલ થતાં ગૂંગળામણ વચ્ચે મુસાફરો અડધો કલાક અટવાયા હતા.આ સમગ્ર ઘટના ગઈકાલે રાત્રે 8.50 વાગ્યાથી લઈને 9.15 સુધી બની હતી.
આ ફ્લાઈટ વડોદરાથી દિલ્હી જતી હતી. અંદાજે 25 મિનિટ સુધી ફ્લાઈટમાં ફસાયા હતા. અંદર બેસેલા લોકો હાથ, બુકથી પવન નાંખી રહ્યા હતા. એરપોર્ટ પર ઉભેલી આ ફ્લાઈટમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો મુસાફરી સમયે આ ઘટના બની હોત તો જવાબદાર કોણ તેની પણ ચર્ચા હાલ થઈ રહી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
