News of Tuesday, 15th September 2026
વડોદરાના ઉદ્યોગપતિને ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગ દ્વારા વોઇસ નોટ મોકલીને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ભારે ચકચાર
ગેંગસ્ટરના સાગરીત મહેન્દ્ર ડેલાણાએ ખંડણીની માગ કરી અને પોલીસને જાણ કરાશે તો 10 કરોડની જગ્યાએ 20 કરોડ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી

વડોદરાના એક ઉદ્યોગપતિને ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગ દ્વારા વોઇસ નોટ મોકલીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવતા ચકચાર મચી છે. ગેંગસ્ટરના સાગરીત મહેન્દ્ર ડેલાણાએ ખંડણીની માગ કરી અને પોલીસને જાણ કરાશે તો 10 કરોડની જગ્યાએ 20 કરોડ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હોવાની માહિતી છે. આ મામલે વડોદરામાં રોહિત ગોદારા અને મહેન્દ્ર ડેલાણા સામે FIR નોંધાઈ છે, જેને ગોદારા સામે ગુજરાતમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ હોવાનું જણાવાઈ રહ્યું છે.
દિલ્લીના એક્ઝિબિશનમાંથી ઉદ્યોગપતિ અંગેની માહિતી લીક થઈ હોવાની શક્યતાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસે ચાંદનીચોકમાં ઓપરેશન હાથ ધરી વેશપલટો કરીને ગોદારા ગેંગના સાગરીત કુલદીપ સ્વામીને ઝડપી લીધો છે. 18 સપ્ટેમ્બરે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીને વડોદરા લાવશે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
