<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

વડોદરાના ઉત્તર ઝોનમાં ફૂડ સેફ્ટી ટીમે ઓચિંતું ચેકિંગ કર્યું એક સ્ટોરનો અખાદ્ય જથ્થાનો નાશ કરી સ્ટોર સીલ કરાયો

કારેલીબાગની અપના પંજાબ રેસ્ટોરન્ટના રસોડામાંથી ૭૦ કિલોથી વધુ સડેલા શાકભાજી મળી આવતા તેને નષ્ટ કરી ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો

વડોદરાના ઉત્તર ઝોનમાં ફૂડ સેફ્ટી ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધરીને આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. અમિત કોમ્પલેક્ષના ભાવિતા વિઝન સ્ટોરમાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ વગરના જોખમી પદાર્થો મળતા, અખાદ્ય જથ્થાનો નાશ કરી સ્ટોર સીલ કરાયો હતો. બીજી તરફ, કારેલીબાગની અપના પંજાબ રેસ્ટોરન્ટના રસોડામાંથી ૭૦ કિલોથી વધુ સડેલા શાકભાજી મળી આવતા તેને નષ્ટ કરી ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત સમા-સાવલી રોડ પર આવેલી જાણીતી હરિ ઓમ દાળબાટી રેસ્ટોરન્ટમાં ક્ષતિઓ જણાતા પાંચ હજાર રૂપિયાનો  દંડ વસુલાયો હતો 

(8:39 PM IST)