તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 22nd July 2026
વલસાડ ૬, પલસાણા ૫, પારડી અને ઉમરગામ ૪.૫ , મહુવા, ગણદેવી અને ખેરગામમાં ૪ ઇંચ
દક્ષિણ ગુજરાતમાં કહેર વરસાવતા મેઘરાજા ... સવાર ના ૬ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા કેટલીય ટ્રેનો રદ કરાઈ, અનેક ટ્રેનોના રૂટ ટૂંકાવ્યા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવતા હોય તેમ ઓછા સમય માં વધુ માત્રા માં વરસાદ તુટી પડતા ચારે બાજુ પાણી પાણી થઈ પડ્યું છે.
વલસાડ જિલ્લો તથા નવસારી જિલ્લામાં શાળા, આંગણવાડી અને કોલેજો માં રજા જાહેર કરવામાં આવી છે, ભારે વરસાદને લઈને રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળવાના અને ટ્રેક નીચેની માટી ઘસી પડતા અપ અને ડાઉન લાઇનના રેલ વ્યવહારને ભારે અસર થવા પામી છે, કેટલીય ટ્રેનો રદ કરાઈ છે, તો અનેક ટ્રેનોના રૂટ ટૂંકાવ્યા છે, જેને પગલે હજજારો મુસાફરો અટવાયા છે.
આજે સવારે ૬ વાગ્યા થી લઈ ને બપોર ના ૧૨ વાગ્યા સુધી માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો વલસાડ જિલ્લોઃ વલસાડ - ૧૪૭, પારડી - ૧૧૯, ઉમરગામ - ૧૧૪, કપરાડા - ૭૫, નાનાપોંઢા - ૭૩, વાપી - ૬૧, ધરમપુર - ૫૨ મિ.મી.
સુરત જિલ્લોઃ પલસાણા - ૧૨૪, મહુવા - ૧૦૯, અંબિકા - ૭૮, બારડોલી - ૬૪, ઉમરપાડા - ૫૦, કામરેજ - ૪૪, સુરત શહેર - ૨૭, માંડવી - ૨૦, અરેઠ - ૧૫, ચોર્યાસી - ૧૦, માંગરોળ - ૫ મિ.મી., નવસારી જિલ્લોઃ ગણદેવી- ૧૦૫, ખેરગામ - ૧૦૪, ચીખલી - ૯૩, જલાલપોર - ૯૦, નવસારી - ૮૫, વાંસદા - ૪૬ મિ.મી.
તાપી જિલ્લોઃ વ્યારા - ૯૨, વાલોડ - ૯૨, ઉકાઈ - ૮૨, સોનગઢ - ૭૦, ડોલવણ - ૪૨, નિઝર - ૨૮, ઉચ્છલ - ૨૬, કુકરમુંડા - ૨૪ મિ.મી.
મોરબી જિલ્લોઃ મોરબી - ૪૩ મિ.મી., નર્મદા જિલ્લોઃ ચીખડા - ૩૧, સાગબારા - ૨૩, ડેડિયાપાડા - ૪ મિ.મી., ડાંગ જિલ્લોઃ સુબીર - ૩૦, વઘઈ - ૨૬, આહવા - ૨૧ મિ.મી., ભરૂચ જિલ્લોઃ ઝઘડિયા - ૪, વાલિયા - ૧ મિ.મી.
અમદાવાદ જિલ્લોઃ દસક્રોઈ - ૩ મિ.મી., ખેડા જિલ્લોઃ મહેમદાવાદ - ૩, ખેડા - ૨, ગળતેશ્વર - ૨, કપડવંજ - ૧, માતર - ૧ મિ.મી., વડોદરા જિલ્લોઃ સિનોર - ૩ મિ.મી.
ગાંધીનગર જિલ્લોઃ દહેગામ - ૨ મિ.મી., આણંદ જિલ્લોઃ આંકલાવ - ૨ મિ.મી., છોટાઉદેપુર જિલ્લોઃ છોટાઉદેપુર - ૨, સંખેડા - ૨, નસવાડી - ૧ મિ.મી., બનાસકાંઠા જિલ્લોઃ પાલનપુર - ૧, મિમી વરસાદ નોંધાયો છે
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
