<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

૨૧ વર્ષથી વોન્‍ટેડ ખૂંખાર અપરાધીને વલસાડ પોલીસે ખાસ ઓપરેશનમાં મહારાષ્‍ટ્રથી ઉપાડી લીધો

ચૂંટણી પહેલા હિસ્‍ટ્રીશીટરોને જેલભેગા કરવાનું મિશન રેન્‍જ વડા પ્રેમવીરસિંહના માર્ગદર્શનમાં એસપી યુવરાજસિંહ જાડેજાના નેતૃત્‍વમાં પેરોલ ફર્લો સ્‍કોડના ઈનચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વાય.બી. ગોહિલ ટીમ આગળ વધારે છે : મુખ્‍ય પોલીસવડા ડો. કે.એલ.એન. રાવની રણનીતિનો અક્ષરશઃ અમલઃ તમામને પોલીસ મહાનિર્દેશક દ્વારા અભિનંદન

રાજકોટ, તા. ર૩: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો કે. એલ.એન.રાવ દ્વારા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અનુલક્ષી સામાન્‍ય લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટેની રણનીતિ તૈયાર કરી છે, તેનો સુરત રેન્‍જમાં રેન્‍જ વડા પ્રેમવીરસિંહ અને વલસાડમાં અનુભવી એસપી યુવરાજસિંહ ગોહિલના નેતળત્‍વ હેઠળની ટીમ અક્ષરશ; અમલ કરી રહી હોય તેમ વલસાડ પોલીસની પેરોલ ફર્લો સ્‍કોડના ઈનચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેન્‍ટર વાય.બી ગોહિલ ગોહિલ અને સ્‍ટાફ દ્વારા ૨૧ વર્ષથી વોન્‍ટેડ આરોપીને મહારાષ્‍ટ્રમાંથી એક વિશેષ ઓપરેશનમાં ઝડપી લીધો છે.

વલસાડ રૂરલ તથા નવસારી ચીખલી પો.સ્‍ટે.ના ધાડ-લૂંટના ગુનામાં ૨૧ વર્ષથી નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી નરેન્‍દ્ર ઉર્ફે નરેશ ઉત્તમ દગડુ હાકે (ઉ.વ.૫૩) ને મહારાષ્‍ટ્રના પાલઘરથી ઝડપી પાડ્‍યો.

ગુનાની વિગતઃ વલસાડ આઇ.પી.સી. કલમ ૩૯પ, ૧ર૦ તા. ૦૮/૦૬/ર૦૦પ બનાવઃ લીલાપોર-ડુંગરી રોડ પર ટાટા સુમોમાં ૬-૭ ઇસમોએ ફરિયાદીની બાઈકને ટક્કર મારી પાડી દીધી. બીજી બાઈક પર આવેલા આરોપીઓએ ડીકીમાંથી રૂ.૮૦,૦૦૦ રોકડા તથા મોબાઇલની લૂંટ કરી નાસી ગયા હતા.

યીલી આઇ.પી.સી. કલમ ૩૯૨, ૧૧૪ મુજબનો ગુનો પણ નોંધાયેલ છે.

આરોપી કયાંથી પકડાયો?

હાલનું સરનામું: ઓમ રીધ્‍ધી સીધ્‍ધી એપાર્ટમેન્‍ટ, ફલેટ નં.૩૦૨, બંકર હોટેલ પાસે, આધાસી, પદમનનગર, વસઈ વેસ્‍ટ, જિ.પાલઘર મહારાષ્‍ટ્ર, મૂળઃ ગામ-જામભુળણે, તા.માન જિ.સાતારા તથા ગામ-આટપડી, તા.આટપડી જિ.સાંગલી મહારાષ્‍ટ્ર.

કામગીરી કરનાર ટીમઃ સદર કામગીરી પેરોલ ફર્લો સ્‍કોડ વલસાડના એ.એસ.આઇ. નરેન્‍દ્રસિંહ સામંતસિંહ ચૌહાણ તથા એ.એસ.આઇ. અલ્લારખુ અમીરભાઇ વાની તથા આ.હે.કો. ભુપેન્‍દ્રસિંહ જેમુભા જાદવ તથા આ.પો.કો. સ્‍વપ્નીલ હેમંતભાઇ પટેલ તથા આ.પો.કો. ઘનશ્‍યામસિંહ બળવંતસિંહ મંડલાવત નાઓએ ટીમ વર્કથી કરેલ છે.

(11:54 AM IST)