તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
વલસાડ :દમણગંગા નદીમાંથી મળેલ મહિલાના મૃતદેહના કેસનો ભેદ ઉકેલવામાં વાપી ટાઉન પોલીસને મોટી સફળતા : પતિની અટકાયત
મૃતક મહિલા વાપીની જ રહેવાસી.લગ્નજીવનથી કંટાળીને આપઘાત કર્યો હતો :પત્નીના મોતથી ગભરાઈ ગયેલા પતિએ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે મૃતદેહને નદીમાં ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો

વલસાડ જિલ્લાની દમણગંગા નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળવાના ચકચારી કેસનો ભેદ ઉકેલવામાં વાપી ટાઉન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક મહિલા વાપીની જ રહેવાસી હતી અને તેણે પોતાના લગ્નજીવનથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. જોકે, પત્નીના મોતથી ગભરાઈ ગયેલા પતિએ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તેની મૃતદેહને નદીમાં ફેંકી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી પતિની અટકાયત કરી છે, અને તેની વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
