<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

વલસાડના હાફુસ કેરી પર સંકટના વાદળ: ગલ્ફ નિકાસ અટકતા ભાવ તૂટ્યા: ખેડૂતોને ડબલ ફટકો

નિકાસમાં અવરોધથી બજારમાં મંદી: ઉત્પાદન ખર્ચ અને ઘટતા ભાવ વચ્ચે ખેડૂતો ચિંતિત

ગાંધીનગર: વલસાડની પ્રખ્યાત હાફુસ કેરીના ખેડૂતો માટે આ સિઝન ચિંતાજનક બની રહી છે. ગલ્ફ દેશોમાં નિકાસમાં અવરોધ ઉભો થતા હાફુસ કેરીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. નિકાસ બજાર ઠપ થતાં સ્થાનિક બજારોમાં પુરવઠો વધ્યો છે અને તેની સીધી અસર ભાવ પર પડી રહી છે. 

 

ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ બજારમાં યોગ્ય ભાવ મળતા નથી. નિકાસમાં વિલંબ અને વેપારની અનિશ્ચિતતાને કારણે તૈયાર પાક સમયસર વેચવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

(2:38 PM IST)