તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ગુજરાત પ્રવાસના બીજા દિવસે ખેડા જિલ્લાના પ્રવાસ દરમિયાન વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજતા ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી
સંગઠનને વધુ કાર્યક્ષમ, અસરકારક અને પરિણામલક્ષી બનાવવા સંગઠનના પદાધિકારીઓ સાથે પરામર્શ કરતા તરુણ ચુઘજી:કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચે અને સેચ્યુરેશનના અભિગમ સાથે કાર્યરત રહેવા સૌ ચુંટાયેલા જનપ્રતિનિધિઓને હાકલ કરતા તરુણ ચુઘજી

ગાંધીનગર :ગુજરાતના પ્રવાસે પધારેલા ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીએ તેઓના સંગઠનાત્મક પ્રવાસના બીજા દિવસે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજી હતી. આ અવસરે પ્રદેશ મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ખેડા જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો અને અગ્રણીઓ તથા અપેક્ષિત કાર્યકરો સાથે બેઠક યોજી તરુણ ચુઘજીએ વિવિધ મુદ્દે સંગઠનાત્મક માર્ગદર્શન આપી સંગઠનને વધુ કાર્યક્ષમ, અસરકારક અને પરિણામલક્ષી બનાવવા સંદર્ભે સંવાદ કર્યો હતો. તેમણે નરેન્દ્રભાઇ મોદીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે તેમની જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ૧૭ સપ્ટેમબર થી ૧૭ ઓકટોબર સુધી આયોજિત થનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ અને સંગઠનાત્મક કાર્યયોજના અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ ઉપરાંત તરુણ ચુઘજીએ સાંસદ, ધારાસભ્યઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચુંટાયેલા ભાજપાના સભ્યો તથા વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી જેમાં તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચે અને સેચ્યુરેશનના અભિગમ સાથે કાર્યરત રહેવા સૌને હાકલ કરી હતી.
આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, પ્રભારી રમેશભાઈ દેસાઈ સહિત, સંગઠનના પદાધિકારીઓ, ચુંટાયેલા સભ્યો, આગેવાનો, સહકારી અગ્રણીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
