News of Tuesday, 22nd September 2026
વાહન વેચનાર-ખરીદનારના આધારકાર્ડ ઓટીપીથી નામ ફેરફારની RTOમાં સુવિધા
ટ્રાન્સફરમાં પણ અરજદારોના સમય-નાણાં બંને બચશેઃ હવે જૂનું વાહન ખરીદ્યા બાદ તેની આરસી બુકમાં માલિકી હક બદલવા (RC ટ્રાન્સફર) માટે આરટીઓ કચેરીના ધરમધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. : આરટીઓમાં ફેસલેસ ક્રાંતિને કારણે બે જ કલાકમાં માલિકી ફેરફાર થશે

અમદાવાદ તા.૨૨: રાજ્યભરમાં સેકન્ડ હેન્ડ એટલે કે જૂનું વાહન ખરીદતા કે વેચતા લાખો નાગરિકો માટે વાહનવ્યવહાર વિભાગે અત્યંત મોટો અને કાંતિકારી નિર્ણય લીધો છે. પરિવહન પોર્ટલ પર આધાર ઓટીપી આધારિત નવી ફેસલેસ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે, જેના ચકી હવે કોઈપણ સરકારી બાબુ કે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરના એપ્રૂવલ વિના માત્ર ૨થી ૩ કલાકના ટૂંકા સમયગાળામાં જ જૂના વાહનની માલિકી ટ્રાન્સફર થઈ જશે.
આ નવી સિસ્ટમ આધારિત વ્યવસ્થા હેઠળ જો જૂના વાહનની આરસી બુકમાં નોંધાયેલું નામ વાહનમાલિકના આધારકાર્ડ મુજબ હશે તો જૂનું વાહન વેચનાર તેમજ ખરીદનાર બંને પક્ષકારોએ પોતપોતાના આધાર લિકડ મોબાઈલ નંબર પર આવતો ગુપ્ત ઓટીપી (OTP) સિસ્ટમમાં દર્શાવવાનો રહેશે. બંને પક્ષ તરફથી વેરિફિકેશન મળતાં જ પોર્ટલ આપોઆપ તમામ દસ્તાવેજોની ખરાઈ કરી લેશે આમાં આરટીઓ કચેરીના કોઈ કર્મચારી કે અધિકારી દ્વારા મેન્યુઅલ ચકાસણીની ઝંઝટ જ રાખવામાં આવી નથી. આધાર ઓટીપીની આ સુવિધા કાર્યરત થતાંની સાથે જ અત્યાર સુધીમાં પરિવહન પોર્ટલ પર જૂના વાહનના નામ ટ્રાન્સફર માટે સુરત આરટીઓ કચેરીને લગતી કુલ ૪૬ અરજીઓ નોંધાઈ હતી, જે તમામ ૪૬ અરજીઓનો સિસ્ટમ દ્વારા ગણતરીના કલાકોમાં સફળતાપૂર્વક નિકાલ કરી દેવાયો છે.
જો કોઈ ટેકનિકલ કારણોસર કે નામની વિસંગતતાને લીધે આધાર ઓટીપીથી અરજી મંજૂર નહીં થાય તો સિસ્ટમ આપોઆપ તે અરજીને ફેસલેસ કેટેગરીમાં આરટીઓ કચેરી ખાતે મોકલી આપે છે. ફેસલેસ સુવિધામાં પણ અરજદારે રૂબરૂ જવાનું રહેતું નથી, પરંતુ ત્યાં આરટીઓના ઈ-સ્પેક્ટરો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરીને એપ્રૂવલ અપાતું હોવાથી આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એકાદ સપ્તાહ જેટલો સમય લાગી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂના વાહન પરની બેંક લોન પૂરી થતાં જ બેંકોને સીધો બોજો (HP) રદ કરવાની સત્તા અપાઈ હતી. હવે એ જ તર્જ પર જૂના વાહનની માલિકી ટ્રાન્સફરમાં આપાર ઓટીપી પદ્ધતિ લાગુ કરી દેવાતાં આરટીઓ કચેરીઓની દરમિયાનગીરી અને વચેટીયા પ્રધાનો કાયમ માટે અંત આવી જશે
અગાઉ જૂનું વાહન લઈ RTO જવું પડતું, અઠવાડિયા સુધી ફાઈલો રઝળતી
અગાઉ જુનું વાહન વેચ્યા બાદ આરસી ટ્રાન્સફર માટે અરજદારે પોતાનું જુનું વાહન લઈને આરટીઓ કચેરીમાં ફિઝિકલ ઇન્સ્પેક્શન અર્થે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. એટલું જ નહીં ખરીદનાર અને વેચનાર બેમાંથી એક પક્ષકારે અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહેવું ફરજિયાત હતું. કાગળો જમા કરાવ્યા બાદ ઇન્સ્પેક્ટરોની સહી અને એપ્રુવલ માટે અઠવાડિયાઓ સુધી ધક્કા ખાવા પડતા હતા.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
