<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

વેનેઝુએલા ભૂકંપ : પૂ.મોરારીબાપુએ રૂા. 11 લાખની સહાય અર્પણ કરી

150 વર્ષ બાદ વેનેઝુએલામાં વિનાશકારી ભૂકંપ : 188ના મોત, 39,000 લાપતા : પૂ.મોરારીબાપુએ હનુમંત સંવેદના રૂપે IRC સંસ્થા મારફત સહાય મોકલી : દિવંગતોના નિર્વાણ માટે પ્રાર્થના

રાજકોટ તા.૨૬ :  વેનેઝુએલામાં 150 વર્ષ બાદ આવેલા અત્યંત વિનાશકારી ભૂકંપની દુર્ઘટના પ્રત્યે સંવેદના દર્શાવતા પૂ. મોરારીબાપુએ રૂા. 11,00,000 અગિયાર લાખની સહાય રાશિ અર્પણ કરી છે.

 વેનેઝુએલામાં આવેલા ભયંકર ભૂકંપમાં 188 લોકોનાં મોત નિપજ્યા છે અને 39,000 જેટલી વ્યક્તિઓ લાપતા છે. મોટે પાયે જાનમાલની ખુવારી થઈ છે.

પૂજ્ય મોરારિબાપુની સંવેદનાઓ વૈશ્વિક સ્તરે પહોંચી છે. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ મોટી દુર્ધટના સર્જાય છે તેવે સમયે પૂ. બાપુ સહાયતા રાશિ અર્પણ કરતા રહે છે. વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના દર્શાવી પૂ. બાપુએ ચિત્રકૂટ ધામ તલગાજરડાથી હનુમંત સંવેદના રૂપે રૂા. 11,00,000 અગિયાર લાખની સહાય રાશિ અર્પણ કરી છે.

આ સંવેદના રાશિ યુએસએ સ્થિત IRC - ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટિને રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. આ સંસ્થા હાલમાં વેનેઝુએલામાં મોટે પાયે રાહતનું કામ કરે છે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડ  

(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(1:36 PM IST)