તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 12th July 2026
ન્યાયની માંગ સાથે ગ્રામજનોની ગાંધી ચીંધ્યા માર્ગે લડત, હવે સરકારની કસોટી
ભાજપના આગેવાનો પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચી ગ્રામજનો સાથે બેઠક કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: સાગબારાના હલગામ પાડી–ખોપી સહિત ગામોની લડત ગાંધી ચીંધ્યા માર્ગે તેજ, સરકારના નિર્ણય પર સૌની નજર અટકેલી છે.
સાગબારા તાલુકાના હલગામ પાડી, ખોપી સહિતના ગામોમાં જંગલ જમીનના હકોને લઈને ચાલી રહેલી લડત હવે ગાંધી ચીંધ્યા માર્ગે વધુ તેજ બની રહી છે.
એક તરફ વન વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે સરહદી વિસ્તારમાં તૈનાત છે, તો બીજી તરફ ગ્રામજનો પોતાના હકો અને ન્યાયની માંગ સાથે અડગ રહ્યા છે. સમગ્ર મામલે સરકાર અને સંબંધિત તંત્રની નજર કેન્દ્રિત થઈ છે.
આ મુદ્દે ભાજપના આગેવાનો પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચી ગ્રામજનો સાથે બેઠક કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. આગેવાનોએ જણાવ્યું કે તેઓ સોમવારે ગાંધીનગર જઈ નાયબ મુખ્યમંત્રી તેમજ વન મંત્રી સમક્ષ સમગ્ર મામલાની રજૂઆત કરી યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય લાવવા પ્રયાસ કરશે.
હાલ સાગબારા–ઉમરપાડા સરહદે વન વિભાગની સતર્કતા યથાવત છે, જ્યારે ગ્રામજનો પણ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. તેમને આશા છે કે વર્ષોથી પડતર રહેલા જંગલ જમીનના હકોના પ્રશ્નનો યોગ્ય ઉકેલ આવશે.
આ દરમિયાન ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની પેન્ડિંગ અરજીઓ, દાવા અને સંબંધિત દસ્તાવેજો રજૂ કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. હવે સરકાર આ રજૂઆતો અંગે શું નિર્ણય લે છે અને સંબંધિત તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે, તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ રહી છે
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
