News of Saturday, 4th July 2026
વઘઈ, સુબીર અને અંબીકા ૧૩.૫-ડોલવણ ૧૨, વાંસદા અને ચીખલી ૧૦, વાલોડ અને આહવા ૯.૫, ગણદેવી ૮.૫ અને વલસાડ ૮ ઈંચ
રાજ્યના અનેક તાલુકાઓમાં કહેર વરસાવતા મેઘરાજા : રાજ્યના ૩૩ જીલ્લાના ૨૨૫ તાલુકાઓમાં વરસાદઃ ભારેથી અતીભારે વરસાદને પગલે ભારે નુકસાની, ઠેર ઠેર પાણી ભરાયાં, અનેક રસ્તાઓ થયા બંધ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ જુલાઈ માસ ના પ્રારંભ થી જ મેઘરાજા જાણે એક ટાર્ગેટ સાથે તૂટી પડતા અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર ને બદલે કહેર જણાઈ રહી છે, ઓછા સમય માં વધુ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થવા પામ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જીલ્લાના ૨૨૫ તાલુકાઓમાં ૧ થી લઈ ૫૬૫ મિમી સુધી નો અતી ભારે વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથક માં નોંધાયો છે, તો ઉત્તર ગુજરાત પંથક માં ૫ ઇંચ સુધી નો, અને પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૪ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે, જોકે હજુ પણ મેઘરાજા જાણે કરછ થી નારાજ હોય તેમ ત્યાં વરસાદ નીલ રહેવા પામ્યો છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ડાંગ જિલ્લો વઘઈમાં ૩૪૧ મી.મી., સુબીરમાં ૩૩૬ મી.મી. અને આહવામાં ૨૩૧ મી.મી. વરસાદ નોંધાયો.
સુરત જિલ્લો અંબિકામાં ૩૩૫ મી.મી., માંગરોળમાં ૧૪૮ મી.મી., મહુવામાં ૧૪૭ મી.મી., માંડવીમાં ૧૨૭ મી.મી., બારડોલીમાં ૧૧૭ મી.મી., કામરેજમાં ૯૪ મી.મી., ઉમરપાડામાં ૮૭ મી.મી., પલસાણામાં ૮૭ મી.મી., અરેઠમાં ૬૨ મી.મી., ચોર્યાસીમાં ૫૨ મી.મી., સુરત શહેરમાં ૩૮ મી.મી. તથા ઓલપાડમાં ૨૯ મી.મી. વરસાદ નોંધાયો.
તાપી જિલ્લો ડોલવણમાં ૨૯૬ મી.મી., વાલોડમાં ૨૩૩ મી.મી., વ્યારામાં ૧૮૪ મી.મી., સોનગઢમાં ૭૩ મી.મી., ઉકાઈમાં ૪૧ મી.મી., કુકરમુંડામાં ૧૯ મી.મી., ઉચ્છલમાં ૧૩ મી.મી. અને નિઝરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો.
નવસારી જિલ્લો વાંસદામાં ૨૪૯ મી.મી., ચીખલીમાં ૨૪૪ મી.મી., ગણદેવીમાં ૨૧૩ મી.મી., ખેરગામમાં ૧૬૮ મી.મી., નવસારીમાં ૭૪ મી.મી. અને જલાલપોરમાં ૭૩ મી.મી. વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લો વલસાડમાં ૨૦૭ મી.મી., કપરાડામાં ૧૧૦ મી.મી., નાનાપોંઢામાં ૧૦૮ મી.મી., ધરમપુરમાં ૧૦૧ મી.મી., પારડીમાં ૯૪ મી.મી., વાપીમાં ૭૯ મી.મી. અને ઉમરગામમાં ૪૫ મી.મી. વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લો પાટણમાં ૧૩૦ મી.મી., સરસ્વતીમાં ૧૨૬ મી.મી., હારીજમાં ૫૮ મી.મી., ચાણસ્મામાં ૫૪ મી.મી., સિદ્ધપુરમાં ૪૯ મી.મી., સામીમાં ૨૮ મી.મી., શંખેશ્વરમાં ૧૨ મી.મી. અને રાધનપુરમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો.
મહેસાણા જિલ્લો કડીમાં ૧૦૬ મી.મી., જોટાણામાં ૯૯ મી.મી., સતલાસણામાં ૫૨ મી.મી., ઊંઝામાં ૪૯ મી.મી., ખેરાલુમાં ૪૨ મી.મી., બેચરાજીમાં ૩૮ મી.મી., વિજાપુરમાં ૩૬ મી.મી., મહેસાણામાં ૨૬ મી.મી., વિસનગરમાં ૨૧ મી.મી. અને વડનગરમાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લો હાલોલમાં ૧૦૩ મી.મી., કાલોલમાં ૭૯ મી.મી., જાંબુઘોડામાં ૫૮ મી.મી., શેહરામાં ૪૦ મી.મી., મોરવા (હડફ)માં ૩૭ મી.મી., ઘોઘંબામાં ૩૩ મી.મી. અને ગોધરામાં ૨૮ મી.મી. વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લો ધંધુકામાં ૯૬ મી.મી., ડેત્રોજ-રામપુરામાં ૪૭ મી.મી., વિરમગામમાં ૩૪ મી.મી., માંડલમાં ૨૪ મી.મી., ધોલેરા માં ૨૦ મી.મી., બાવળા માં ૧૪ મી.મી., સાણંદમાં ૧૧ મી.મી., ધોળકામાં ૧૧ મી.મી., અમદાવાદ શહેરમાં ૮ મી.મી. અને દાસક્રોઈ માં ૪ મી.મી. વરસાદ નોંધાયો.
ભરૂચ જિલ્લો વાલિયામાં ૮૯ મી.મી., હાંસોટમાં ૭૫ મી.મી., અંકલેશ્વરમાં ૬૯ મી.મી., નેત્રંગ માં ૫૩ મી.મી., વાગરામાં ૩૪ મી.મી., જંબુસરમાં ૧૭ મી.મી., ઝઘડિયામાં ૧૬ મી.મી., આમોદ માં ૧૦ મી.મી. અને ભરૂચમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો.
મહીસાગર જિલ્લો વિરપુરમાં ૬૬ મી.મી., ખાનપુરમાં ૬૫ મી.મી., લુણાવાડામાં ૬૦ મી.મી., સંતરામપુરમાં ૪૨ મી.મી., કોઠંબા માં ૩૧ મી.મી., ગોધરા માં ૩૦ મી.મી., બાલાસિનોર માં ૩૦ મી.મી. અને કડાણામાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો.
ખેડા જિલ્લો નડિયાદમાં ૬૪ મી.મી., કપડવંજમાં ૫૪ મી.મી., ગળતેશ્વરમાં ૨૫ મી.મી., ફાગવેલમાં ૨૩ મી.મી., મહુધામાં ૨૩ મી.મી., કઠલાલમાં ૧૯ મી.મી., ઠાસરામાં ૧૩ મી.મી., વાસોમાં ૭ મી.મી. અને મહેમદાવાદમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો.
આણંદ જિલ્લો ખંભાતમાં ૬૩ મી.મી., સોજીત્રામાં ૪૨ મી.મી., પેટલાદમાં ૩૬ મી.મી., તારાપુરમાં ૩૧ મી.મી., ઉમરેઠમાં ૨૬ મી.મી., આણંદમાં ૨૩ મી.મી., બોરસદમાં ૧૧ મી.મી. અને અંકલાવમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો.
વડોદરા જિલ્લો સાવલીમાં ૩૯ મી.મી., ડભોઈમાં ૩૬ મી.મી., દેસરમાં ૩૫ મી.મી., વાઘોડિયામાં ૨૩ મી.મી., વડોદરામાં ૨૦ મી.મી., કરજણમાં ૧૭ મી.મી., પાદરામાં ૧૪ મી.મી. અને સિનોરમાં ૯ મી.મી. વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લો કાંકરેજમાં ૪૫ મી.મી., ધાનેરામાં ૪૪ મી.મી., હડાદમાં ૪૩ મી.મી., દાંતામાં ૧૬ મી.મી., અમીરગઢમાં ૧૬ મી.મી., દાંતીવાડામાં ૧૫ મી.મી., વડગામમાં ૧૪ મી.મી., ડીસામાં ૫ મી.મી. અને ઓગડમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો.
અરવલ્લી જિલ્લો મેઘરજમાં ૩૧ મી.મી., સથંબામાં ૨૮ મી.મી., ધનસુરામાં ૨૦ મી.મી., મોડાસામાં ૧૮ મી.મી., બાયડમાં ૧૫ મી.મી., શામળાજીમાં ૧૦ મી.મી. અને માલપુરમાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લો તલોદમાં ૩૦ મી.મી., પોશીનામાં ૨૯ મી.મી., પ્રાંતિજમાં ૧૮ મી.મી., ઈડરમાં ૯ મી.મી., હિમતનગરમાં ૭ મી.મી., વડાલીમાં ૫ મી.મી., ખેડબ્રહ્મામાં ૪ મી.મી. અને વિજયનગરમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો.
ગાંધીનગર જિલ્લો ગાંધીનગરમાં ૧૮ મી.મી., દહેગામમાં ૧૮ મી.મી., માણસામાં ૧૫ મી.મી. અને કાલોલમાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો.
દાહોદ જિલ્લો ફતેપુરામાં ૨૫ મી.મી., ઝાલોદમાં ૧૭ મી.મી., સિગવડમાં ૧૭ મી.મી., સુખસરમાં ૧૪ મી.મી., સંજેલીમાં ૧૧ મી.મી., દેવગઢ બારિયામાં ૭ મી.મી., ગોવિદ ગુરુ લીમડીમાં ૪ મી.મી., દાહોદમાં ૩ મી.મી., લીમખેડામાં ૩ મી.મી. અને ગરબાડામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો.
છોટાઉદેપુર જિલ્લો બોડેલીમાં ૩૨ મી.મી., કદવાલમાં ૨૫ મી.મી., સંખેડામાં ૨૩ મી.મી., જેતપુર પાવીમાં ૨૩ મી.મી., નસવાડીમાં ૮ મી.મી., છોટાઉદેપુરમાં ૮ મી.મી. અને કવાંટમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લો સાગબારામાં ૧૬ મી.મી., ચીખડામાં ૧૫ મી.મી., નાંદોદમાં ૧૩ મી.મી., ડેડિયાપાડામાં ૧૧ મી.મી. અને ગરુડેશ્વરમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લો દિયોદરમાં ૪૦ મી.મી., થરાદમાં ૧૫ મી.મી., લાખણીમાં ૧૪ મી.મી. અને રાહમાં ૯ મી.મી. વરસાદ નોંધાયો છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
