News of Thursday, 23rd July 2026
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે વિવિધ વિસ્તારો માટે ચેતવણી જાહેર
અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આશંકાને પગલે રેડ એલર્ટ :લોકોને સાવચેત રહેવા સૂચના

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે વિવિધ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આશંકાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતાને અનુલક્ષીને યલો એલર્ટ આપી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
