News of Monday, 26th October 2026
જળસંકટના વહેણઃ વીજળીની સમસ્યાથી વેપાર-ઉદ્યોગને ઝાટકાઃ અનાજ- કઠોળનું અપૂરતુ વાવેતર ‘સોળ આની' ચિંતા ઉગાડશે
સૌરાષ્ટ્રમાં અઢી દાયકા બાદ પ્રથમ વખત દુષ્કાળની પરિસ્થિતિથી સરકાર અને જનતાની કસોટીઃ હજુ પણ વરસાદ થાય તો રાહતરૂપ

રાજકોટ તા. ર૬ :.. ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અપૂરતા વરસાદના કારણે કપરી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. પીવાનું પાણી, ઘાસચારો, ખેતી માટે પાણી, અનાજ કઠોળની જરૂરીયાત વગેરે મુદ્્ે રાજય સરકાર અને અસરગ્રસ્ત લોકોની આલ્ટી કસોટી થઇ જશે. જામનગર, દ્વારકા વગેરે વિસ્તારોમાં દુષ્કાળની તીવ્ર અસર છે.
શિયાળુ પાકનો વાવેતર સમય થઇ ગયો છે. મોટાભાગના ડેમોમાં એકદમ ઓછુ પાણી હોવાથી સિંચાઇ માટે પાણી આપી શકાય તેમ નથી. સરકાર પીવાના પાણીને સર્વોચ્ય અગ્રતા આપવા માંગે છે. હજુ શિયાળો અને ઉનાળો બાકી છે. લોકો અને પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પડકારરૂપ બની છે. અનેક શહેરો અને ગામડાઓમાં પાણી કાપના ડોકિયા થઇ રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષ ર૦૦૧ પછી પ્રથ વખત ઘેરુ જળસંકટ સર્જાય રહ્યુ છે. વીજળીની અછત દેખાવા લાગી છે. જાન્યુઆરી ર૦ર૭ ના વાઇબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગકારોને મૂડી રોકાણ માટે રાજય સરકાર આકર્ષવા માંગે છે. બીજી તરફ વેપાર-ઉદ્યોગને પૂરતી વીજળી આપી શકવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
વેપાર-ઉદ્યોગ અને રહેણાંક માટે વીજળી પ્રાથમિક જરૂરીયાત છે. જો નિયમિત પૂરતી વીજળી ન આપી શકાય તો ઔદ્યોગિક એકમોમાં થતા ઉત્પાદન પર તેની અસર પડશે. પરિણામમે મંદી અને બેરોજગારી વધી શકે છે. ગુજરાતના વિકાસમાં ખેતી અને ઉદ્યોગોનું વિશેષ મહત્વ છે.
ચોમાસાના દરમિયાન અને ચોમાસાના ઉતરાર્ધમાં જે વિસ્તારાોમં વરસાદ થયો નથી ત્યાં શિયાળુ પાક પર તેની સીધી અસર જેવા ળશે. સૌરાષ્ટ્રમાં ચોમાસામાં મુખ્યત્વે કપાસ-મગફળી તેમજ શિયાળામાં ઘઉં, ચણા, જીરૂ, લસણ વગેરે ઉગાડવામાં આવે છે. મોટાભાગના ડેમમોમાં એકદમ ઓછુ પાણી છે. શિયાળુ પાક ઉગાડવાનું ખેડૂતો માટે એકદમમ મુશ્કેલ છે. ખરીફ પાક પૂરતો થયો નથી. અને રવિ પાક સારો થઇ શકે તેવી શકયતા નથી તેથી ઉત્પાદનની બાબતમાં ખેડૂતોના મનમાં ચિંતા ઉગવા લાગી છે. જે પાકનું વાવેતર ઘટશે તેના ભાવ વધશે તો લોકોને દુષ્કાળ ઉપરાંત મોંઘવારીનો માર પડશે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવા સરકારે સતત સજાગ રહેવુ પડશે. નવા નાણાકીય વર્ષના બજેટનો ઘણો મોટો ભાગ દુષ્કાળના સામના માટે ફાળવવો પડશે. સંભવિત વિષય પરિસ્થિતિના સામના માટે સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. ચોમાસુ સત્તાવાર રીતે પુરૂ થઇ ગયુ છે પણ વાતાવરણમાં અણધાર્યો ફેરફાર થાય અને હજુ પણ મૂશળધાર વરસાદ વરસે તો શિયાળુ પાક અને પીવાના પાણીની દૃષ્ટિને રાહતરૂપ બની શકે તેમ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
