<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સુરત શહેરના 75 પાણી ભરાયેલા સ્થળોમાંથી 37 સ્થળોએ પાણીનો નિકાલ: 2,062 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

આશ્રયસ્થાનોમાં 2,943 લોકોને તમામ સુવિધા સાથે રાખ્યા :NDRF, SDRF, ફાયર, પોલીસ અને મનપાની ટીમો 24 કલાક કામગીરીમાં જોડાઈ

સુરતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મનપાએ રાહત અને બચાવ કામગીરી તેજ બનાવી છે. શહેરના 75 પાણી ભરાયેલા સ્થળોમાંથી 37 સ્થળોએ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. 2,062 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે, જ્યારે આશ્રયસ્થાનોમાં 2,943 લોકોને તમામ સુવિધા સાથે રાખવામાં આવ્યા છે. NDRF, SDRF, ફાયર, પોલીસ અને મનપાની ટીમો 24 કલાક કામગીરીમાં જોડાઈ જનજીવન સામાન્ય બનાવવા પ્રયાસ કરી રહી છે.

(10:55 PM IST)