News of Saturday, 1st August 2026
નવસારીના પૂર્વ વિસ્તારને ડુબાડનાર પૂર્ણા નદીનું જળસ્તર હજુ ભયજનક સપાટીથી ઉપર :કાંઠાના 12 વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળ્યું
અંદાજે એક લાખ લોકો પ્રભાવિત થયા:તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર : અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી બચાવ અને રાહત કામગીરી ચાલુ

નવસારી શહેરના પૂર્વ વિસ્તારને ડુબાડનાર પૂર્ણા નદીનું જળસ્તર હજુ પણ ભયજનક સપાટીથી ઉપર યથાવત છે. 23 ફૂટની ભયજનક સપાટી સામે પૂર્ણા નદી હાલમાં 28 ફૂટે વહેતી હોવાથી શહેરમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. નદીના વધેલા જળસ્તરના કારણે પૂર્ણા કાંઠાના 12 વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે અંદાજે એક લાખ લોકો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
