તા. ૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદને કારણે સર્વત્ર જળબંબાકાર: ડીસામાં મધરાત્રે ધોધમાર ત્રણ ઇંચ ખાબક્યો
ડીસામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર નદીના વહેણ જેવા દ્રશ્યો સામે આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા સાર્વત્રિક અને ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ડીસા પંથકમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. રાત્રિના સુમારે ડીસા પંથકમાં 72 મીમી (આશરે 3 ઈંચ) જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ખાસ કરીને ડીસામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર નદીના વહેણ જેવા દ્રશ્યો સામે આવ્યા છે અને પાણી ભરાવાની આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ અવિરત અને ભારે વરસાદના પગલે ડીસા પંથકમાં સિઝનનો કુલ વરસાદ વધીને 282 મીમી એટલે કે આશરે 11 ઈંચ જેટલો નોંધાઈ ચૂક્યો છે. લાંબી રાહ જોયા બાદ મોડે મોડે સક્રિય થયેલા આ મેઘરાજાથી ખેતીકામ માટે પાણીની રાહ જોઈ રહેલા અન્નદાતાઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર છવાઈ ગઈ છે.
આજે 27 જુલાઈ 2026 ના રોજ બનાસકાંઠા પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણ વાદળછાયું રહેવાની સાથે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોમાં આ વરસાદને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
