News of Tuesday, 28th April 2026
આખા ગુજરાતમાં અમે બીજા નંબર પર આવ્યા, આ જનતાની જીત: એક બાજુ દારૂ, લાલચ, ધાકધમકી અને બીજી બાજુ સંવિધાન બચાવવાની વાત હતી: ચૈતર વસાવા
લોભ-લાલચ કે ડરમાં આવ્યા વિના જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો એ બદલ જનતાનો આભાર: ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ચૂંટણીના પરિણામો પર વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે.આમ આદમી પાર્ટીના જે પ્રતિનિધિઓની જીત થઈ છે એ હકીકતમાં સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, આ જીતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. એક બાજુ ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી અને બીજી બાજુ હક અધિકારની વાત હતી અને લોકશાહી જીવંત રાખવા તથા સંવિધાન બચાવવાની વાત હતી, ત્યારે આજે જનતાની જીત થઈ છે
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, કોઈના પણ ડરમાં આવ્યા વગર અને કોઈપણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એના માટે અમે જનતાનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિઓ અને અમારા પાર્ટીના તમામ લોકો જનતાની સેવા માટે તત્પર રહેશે અને આખા ગુજરાતમાં અમે બીજા નંબર પર આવ્યા છીએ, જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એ બદલ જનતાનો આભાર અને અમે જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
