તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
વડોદરાના વાઘોડિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો : હળવા વરસાદી ઝાપટા
વરસાદનું આગમન થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો અને વાતાવરણ ખુશનુમા બન્યું:પંથકના ધરતીપુત્રો પણ વરસાદી ઝાપટાંથી હરખાઈ ઊઠ્યા

વડોદરા :સંસ્કારી નગરી વડોદરાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને વાઘોડિયા નગર અને તેની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રચાયા બાદ હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય બફારા અને તીવ્ર ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. વરસાદનું આગમન થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. પંથકના ધરતીપુત્રો પણ વરસાદી ઝાપટાંથી હરખાઈ ઊઠ્યા છે અને ખેતીના બાકી રહેલા કાર્યોમાં જોતરાયા છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
