<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

રોજ ૧૦૦ કિલોથી વધુ કચરો ઉત્‍પન્‍ન કરતા એકમો માટે ભીના કચરાનું પ્રોસેસીંગ ફરજિયાત

સ્‍વચ્‍છતા માત્ર સરકારી યોજના નહી, આપણી જીવનશૈલીઃ એમ.થેન્‍નારસન ગાંધીનગરમાં પી.આઈ.બી. અને રાજ્‍યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં એમ.થેન્‍નારસન, રેમ્‍યા મોહન, પુષ્‍પલતા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

અમદાવાદ, તા.૨૮: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસને સમગ્ર ગુજરાતમાં સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમો, ૨૦૨૬ના અસરકારક અમલીકરણ માટે રાજ્‍ય સરકારની કટિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે ગાંધીનગર ખાતે પ્રેસ ઇન્‍ફોર્મેશન બ્‍યુરોના સહયોગથી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા આયોજિત એક વિશેષ પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છતા એ માત્ર સરકારી યોજના નથી; તે આપણી જીવન શૈલી છે. અમને આશા છે કે, મીડિયાના સહયોગથી આ અભિયાન પ્રત્‍યેક નાગરિક સુધી પહોંચે અને દરેક વ્‍યક્‍તિ સ્‍વચ્‍છતાને પોતાની જવાબદારી સમજીને સરકારની આ પહેલમાં પોતાનું યોગદાન આપે.

પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન, ગુજરાત સરકારના સ્‍વચ્‍છ ગુજરાત, સ્‍વસ્‍થ ગુજરાતના સંકલ્‍પને સાકાર કરવા માટે ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવેલા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમો, ૨૦૨૬ અંગે વિસ્‍તળત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં શ્રીમતી રેમ્‍યા મોહન, સચિવ (આવાસ અને શહેરી વિકાસ); શ્રી સિદ્ધાર્થ બોડકે, ADG, PIB ગુજરાત; અને સુશ્રી પુષ્‍પ લતા, સ્‍વચ્‍છ ભારત મિશન-અર્બનના મિશન ડાયરેક્‍ટર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

શ્રીમતી રેમ્‍યા મોહને જણાવ્‍યું હતું કે સ્‍વચ્‍છતા મિશન એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેમણે વધુમાં સમજાવ્‍યું કે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમો, ૨૦૨૬ આગામી કામગીરી નક્કી કરવા અને સ્‍વચ્‍છ ભારતના સંકલ્‍પને સાકાર કરવા માટે રોડમેપ તૈયાર કરવાનું માળખું પૂરું પાડે છે.

સ્‍વચ્‍છ ભારત મિશન-અર્બનના મિશન ડાયરેક્‍ટર સુશ્રી પુષ્‍પ લતાએ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમો, ૨૦૨૬ હેઠળની મુખ્‍ય જોગવાઈઓ અને નવી માર્ગદર્શિકાઓ અંગે વિસ્‍તળત માહિતી પૂરી પાડી હતી.

તેમણે સમજાવ્‍યું હતું કે ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્‍તાર ધરાવતી, દૈનિક ચોક્કસ માત્રામાં પાણીનો વપરાશ કરતી અથવા દૈનિક ૧૦૦ કિલોગ્રામથી વધુ કચરો ઉત્‍પન્ન કરતી સંસ્‍થાઓ, કોમ્‍પ્‍લેક્‍સ, રહેણાંક સોસાયટીઓ અને હોટલોએ પોતાના સ્‍તરે જ ભીના કચરાનું પ્રોસેસિંગ અથવા ખાતર બનાવવાની કામગીરી કરવાની રહેશે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ અભિયાન માટે ‘Lead Facilitators' તરીકે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સ્‍વચ્‍છતા કર્મચારીઓ, કચરો એકત્રિત કરતા વાહનોના કર્મચારીઓ અને સામાન્‍ય જનતા વચ્‍ચે એક મહત્‍વપૂર્ણ સેતુ તરીકે કામ કરશે, જેનો હેતુ સ્‍વચ્‍છતા અંગે જાગળતિ લાવવાનો અને સક્રિય સમુદાય ભાગીદારીને પ્રોત્‍સાહિત કરવાનો છે.

સખત દેખરેખ સુનિヘતિ કરવા માટે જિલ્લા કલેક્‍ટરશ્રીની અધ્‍યક્ષતામાં જિલ્લા સ્‍તરે 'Special Cell' ની સ્‍થાપના કરવામાં આવી છે. તમામ નગર પાલિકાઓને બાય-લૉઝનું મોડેલ ફ્રેમવર્ક મોકલવામાં આવ્‍યું છે. સ્‍થાનિક સંસ્‍થાઓ જરૂરી ઠરાવ પસાર કરી લે તે પછી, જાહેર સ્‍થળો પર ગંદકી કરનાર અથવા સ્‍થાપિત નિયમોનો ભંગ કરનાર વ્‍યક્‍તિઓ પર દંડ લાદવામાં આવશે. સ્‍વચ્‍છતા કર્મચારીઓ અને વાહનના ડ્રાઈવરો દર બે મહિને રીફ્રેશર તાલીમ મેળવશે. આ ઉપરાંત, આ કર્મચારીઓ દ્વારા યુનિફોર્મ અને સેફ્‌ટી ગિયરના ફરજિયાત વપરાશનો કડક અમલ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે ૭૬૨૨૮૮૦૦૦૦ પર વોટ્‍સએપ ચેટબોટ શરૂ કરવામાં આવ્‍યો છે, જેનાથી ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવામાં આવે છે અને ૨૪ કલાકની અંદર તેનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં સ્‍વચ્‍છતા અંગે જાગળતિ લાવવા માટે ચિત્ર પુસ્‍તિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતા સંકલ્‍પ પત્ર લેવા માટે પ્રોત્‍સાહિત કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વધુમાં, સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે જાહેર સ્‍થળો અને વધુ ભીડભાડવાળા વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા માર્શલ્‍સ તૈનાત કરવામાં આવ્‍યા છે. ઉત્‍કળષ્ટ કામગીરી દર્શાવતી નગર પાલિકાઓ અને સંસ્‍થાઓને મારું શહેર, સ્‍વચ્‍છ શહેર એવોર્ડ દ્વારા બિરદાવવામાં અને પ્રોત્‍સાહિત કરવામાં આવી રહ્યા છે.

(2:45 PM IST)