News of Wednesday, 4th November 2026
પતિ સાથે બોલાચાલી થતા પત્નીને મનમાં લાગી આવ્યું :પોઇચા ગામે પોતાના પિયરમાં દવા ગટગટાવી
મિત્રની પત્નીએ ફોન કરીને મારા પતિને તમારા પતિ કેમ બોલાવે છે અને ઘરે મળીને અવનવી વાતો કરે છે તેવું પત્નીએ જણાવતા બોલાચાલી થઇ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પોઇચા ગામમાં પતિ સાથે બોલાચાલી થયા બાદ પત્ની એ પોતાના પિયર પોઇચા ગામે જઈ દવા પીધી હતી.
ભોગ બનનાર અસ્મિતાબેન W/O અલ્પેશભાઇ બારીયા (ઉ.વ.૩૩) ધંધો.નોકરી( રહે.મહાલક્ષ્મી સોસાયટી ગાંધીચોક પાસે રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા)નાઓ ગઇ તા. ૨૯/ ૧૦/૨૦૨૬ નારોજ સવારના આશરે ૦૮/૦૦ વાગ્યે પોતાના ઘરેથી વડોદરા ખાતે નોકરી પર જવા નિકળેલ તે વખતે તે તેમના પતી અલ્પેશભાઇ રમણભાઇ બારીયાનાઓ સાથે તેમનાં મિત્રને ઘરે નહી બોલાવવા અને તેમનાં મિત્રની પત્ની દ્વારા ભોગ બનનારને ફોન કરીને મારા પતીને તમારા પતી તમારા ઘરે બોલાવે છે.તે કેમ બોલાવે છે.અને ઘરે ભેગા મળીને અવનવી વાતો કરે છે તે વાતો કેમ કરે છે તેમ ફોનમાં જણાવતા હોઇ જે વાત ભોગબનનાર ફોનમાં તેમનાં પતીને જણાવતા હોઇ જે વાતચીત દરમ્યાન ફોનમાં તેમનાં પતી સાથે બોલવાનું થયેલ તે પછી તા.૩૧/૧૦/૨૦૨૬ ના રોજ ભોગબનનાર તેમના પિયરમાં પોઇચા ખાતે હાજર હતી તે વખતે તેમનાં પતી સાથે ઉપરોક્ત જણાવેલ વાતને લઇને બોલા ચાલી થતા ભોગ બનનારને આ બાબતે મનમાં લાગી આવતા પોતાની જાતે ઘાસ મારવાની દવા પી લીધી હતી.રાજપીપળા પોલીસે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
