<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ગોધરાના ચીઠીયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડતી વખતે અચાનક દીવાલ ધરાશાયી :બે લોકોના મોત

પરિવારજનોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનો ગંભીર આક્ષેપ કર્યો:ઘટનાની જાણ થતા તંત્ર સ્થળ પર પહોંચ્યું

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડતી વખતે બનેલી દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, મકાન તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થતાં શ્રમિક અને તેના પુત્ર તેના નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં બંનેના સ્થળ પર જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(12:24 PM IST)