News of Sunday, 3rd May 2026
વડોદરા મનપામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના કોણ બનશે અધ્યક્ષ ?: ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ
નિરીક્ષકોની પેનલ દ્વારા શહેરના વિવિધ વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ પાસેથી વ્યક્તિગત અને સામૂહિક અભિપ્રાય મેળવવામાં આવ્યા

વડોદરા : આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે વડોદરાના નવા હોદ્દેદારોની વરણીની ઘડીઓ ગણાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વના પદો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં વિધિવત રીતે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભાજપ હાઈકમાન્ડે નિમણુંક કરાયેલા નિરીક્ષકો દુષ્યંત પંડયા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ આ સેન્સ પ્રક્રિયા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પેનલ દ્વારા શહેરના વિવિધ વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ પાસેથી વ્યક્તિગત અને સામૂહિક અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા, જેનો મુખ્ય હેતુ સંગઠન અને વહીવટ વચ્ચે સુમેળ સાધી શકે તેવા સક્ષમ ચહેરાઓની પસંદગી કરવાનો છે.
માત્ર મેયર પદ જ નહીં, પરંતુ મહાનગરપાલિકાના તમામ મહત્વના શિખર સ્થાનો માટે સેન્સ લેવામાં આવી રહી છે. જેમાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડક (વ્હીપ) પદોનો સમાવેશ થાય છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
