News of Tuesday, 12th May 2026
૫૫ હજારની પગારદાર પત્નીએ પતિ પાસે ૨૫ હજારનું ભરણ પોષણ માગ્યું
પત્ની કમાણી છુપાવી ભરણપોષણ માંગે તે અયોગ્યઃ કોર્ટ : પત્નીએ છૂટાછેડાના રૂ. ૪ લાખ મેળવ્યા બાદ વધુ રકમ મેળવવા ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી હતી

વડોદરાની અદાલતે ઘરેલું હિસાના એક કેસમાં મહત્વનો ચુકાદો આપતા નોંધ્યું છે કે, જ્યારે પત્ની ઉચ્ચ શિક્ષિત હોય અને સ્વતંત્ર કમાણી કરતી હોય ત્યારે પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો તેનો દાવો ટકી શકતો નથી.
શહેરમાં રહેતી એક મહિલાએ તેના કોન્સ્ટેબલ પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ ઘરેલું હિસાની અરજી કરી રક્ષણ અને નાણાકીય સહાયની માંગ કરી હતી. જોકે, ન્યાયાધીશે ૫૫ હજારનો પગાર ધરાવતી પત્નીએ ૪૦ હજારના પગારદાર પતિ સામે માસિક રૂા.૨૫,૦૦૦ના ભરણ-પોષણની જે અરજી કરી હતી તે નામંજૂર કરી હતી.કેસની વિગત એવી છે કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા અજય (નામ બદલ્યું છે) નામના યુવકના લગ્ન વર્ષ ૨૦૧૬માં પ્રજ્ઞા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે થયા હતા. પ્રજ્ઞા એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી છે. બન્ને વચ્ચે ઝગડાઓ થતાં આખરે બન્ને વચ્ચે છુટાછેડા થયા હતા અને જે સમયે છુટાછેડા થયા તે સમયે પતિએ પત્નીને નક્કિ થયેલી રૂપિયા ચાર લાખની રકમ ચૂકવી આપી હતી. જો કે, ત્યાર બાદ મહિલાએ પતિ અને સાસરીયાઓ સામે માસિક રૂા.૨૫,૦૦૦ના ભરણ-પોષણની માંગણી કરી હતી.વધુમાં એવી રજૂઆત કરી હતી કે, તેના પર સંતાનના ઉછેરની જવાબદારી છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
