<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

દેડિયાપાડાના સરીબાર ગામે મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવા ઘરમા લાકડાના વળીયા સાથે દોરડાથી ગાંઠ બાંધી અને બીજો છેડો પોતે પોતાના ગળામાં ગાંઠ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સરીબાર ગામમાં એક મહિલાએ કોઈક કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

    મળતી વિગતો અનુસાર મરનાર-દિનાબેન W/O વસંતભાઇ રૂમાભાઇ વસાવા (ઉં.વ.૩ર )(રહે.સરીબાર (મોહબુડી)વાડીબાર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓએ તા.૨૬/૦૪/૨૦૨૬.ના રોજ રાત્રીના આશરે કલાક.૧૦/૦૦ વાગ્યાથી તા.૨૭/૦૪/૨૦૨૬ના સવારના કલાક.૦૬/૦૦ વાગ્યાના પહેલા કોઇપણ સમયગાળા દરમ્યાન તેમના નવા ઘરમા લાકડાના વળીયા સાથે દોરડાથી ગાંઠ બાંધી અને બીજો છેડો પોતે પોતાના ગળામાં ગાંઠ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:49 PM IST)