<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

થરાદ પંથકમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

માત્ર થરાદ જ નહીં પરંતુ આસપાસના ભાભર અને વાવ તાલુકાના ખેડૂતો પણ ખાતર માટે થરાદ ડેપો ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હોય અછતની સ્થિતિ વધુ ગંભીર બની

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ પંથકમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં એરંડા અને મગફળીના પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોને ડેપો પર વહેલી સવારથી જ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી છે.ડેપો પર ખાતર લેવા ઉમટેલા ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, તેમને જરૂરિયાત કરતાં ઘણો ઓછો જથ્થો આપવામાં આવી રહ્યો છે. ખાતરની તીવ્ર અછતના કારણે ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. માત્ર થરાદ જ નહીં, પરંતુ આસપાસના ભાભર અને વાવ તાલુકાના ખેડૂતો પણ ખાતરની આશાએ થરાદ ડેપો ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે અછતની સ્થિતિ વધુ ગંભીર બની છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પૂરતું ખાતર નહીં મળે, તો તેમના એરંડા અને મગફળીના પાકને મોટું નુકસાન થઈ શકે છે.

(9:08 PM IST)