News of Thursday, 2nd July 2026
૫૩ વર્ષ જૂનો આકાશનો કાયદો બદલાશે: અમેરિકા અવાજ કરતાં પણ ઝડપી સુપરસોનિક મુસાફરી પરનો અડધી સદી જૂનો પ્રતિબંધ હટાવવા નિયમો બદલશે: ન્યૂયોર્કથી લંડન માત્ર ૩ કલાકમાં પહોંચાડાશે
નાસા (NASA) ના શાંત સોનિક બૂમ પ્રોજેક્ટે પલટી નાખી બાજી: અવાજની દિવાલ તોડતી વખતે થતો પ્રચંડ વિસ્ફોટ જેવો અવાજ હવે બિલકુલ શાંત થઈ જતાં પેન્ટાગોન અને FAA કાયદામાં સુધારો કરવા સજ્જ:એવિએશન સેક્ટરમાં નવો યુગ શરૂ

નવી દિલ્હી: યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને વ્હાઇટ હાઉસના એરોસ્પેસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર એવિએશન પોલિસી દસ્તાવેજ મુજબ, વર્ષ ૧૯૭૩ના પ્રતિબંધિત કાયદાને નાબૂદ કરવા માટેનો સત્તાવાર ખરડો તૈયાર થઈ ગયો છે. સત્તાવાર સરકારી સંશોધન ડાયરી અનુસાર, અગાઉ બ્રિટિશ-ફ્રેન્ચ 'કોનકોર્ડ' (Concorde) સુપરસોનિક વિમાનના પ્રચંડ અવાજ અને વિન્ડો-શેટરિંગ સોનિક બૂમને કારણે મુકાયેલો આ પ્રતિબંધ હવે ટેકનોલોજીકલ ક્રાંતિ સામે નાનો સાબિત થયો છે. નાસાના X-59 ક્વાયટ સુપરસોનિક ટેકનોલોજી (QueSST) એરક્રાફ્ટના સફળ પરીક્ષણો બાદ એ સાબિત થયું છે કે હવે વિમાનો અવાજની ગતિ કરતાં બમણી ઝડપે (Mach 2) ઉડશે છતાં જમીન પર કોઈ અવાજ કે પ્રદૂષણની આડઅસર નહીં થાય. આ નિયમ બદલાતાં જ વૈશ્વિક બિઝનેસ ટુરિઝમ અને એરલાઇન્સ સેક્ટરમાં કરોડો ડોલરનું નવું રોકાણ આવશે અને પેસેન્જર એરક્રાફ્ટ દુનિયાના એક છેડાથી બીજા છેડે માત્ર ગણતરીના કલાકોમાં પહોંચી શકશે.
સુપરસોનિક ફલાઇટ અવાજ કરતાં વધારે ઝડપથી ઉડે ત્યારે એક ધડાકા જેવો અવાજ થાય છે જેને સુપરસોનિક બૂમ કહેવામાં આવે છે. વિમાન ઉડે અને ઉતરે ત્યારે આવો અવાજ થાય તો ઇમારતની બારીઓ હચમચી જાય છે અને ઇમારત પડી જવાનું પણ જોખમ ઉભું થાય છે. સુપરસોનિક બૂમને કારણે ૧૯૭૩માં આવા વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ એકાંત વિસ્તારોમાં સંશોધન કે પરીક્ષણ માટે આવા વિમાન એક માક કરતાં વધારે ઝડપથી ઉડાડવા હોય તો એફએએની સ્પેશિયલ પરવાનગી લેવી પડે છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન-એફએએ-ના વડા બ્રાયન બેડફોર્ડે જણાવ્યું હતું કે એરોસ્પેસ એન્જિનિયરિંગ, મટિરિયલ સાયન્સ, નોઇઝ રિડકશનના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને કારણે જુના સોનિક બૂમને દૂર કરવાનું શક્ય બન્યું છે. આનો અર્થ એ કે યુએસ પરથી ઉડતી સુપરસોનિક ફલાઇટ પર૭૦ના દાયકામાં મુકવામાં આવેલાં પ્રતિબંધને રદ કરી શકાશે.
આ મહિનાની શરૂઆતમાં નાસાએ તેની શાંત સુપરસોનિક ફલાઇટનું પરીક્ષણ કરી એક્સ-૫૯ વિમાનને તેની મહત્તમ કલાકના ૭૧૩ માઇલ્સની ગતિએ ૪૩,૪૦૦ ફૂટની ઉંચાઇએ ઉડાડયુ હતું. નાસાના જણાવ્યા અનુસાર એક્સ-૫૯ને સુપરસોનિક બૂમને બદલે શાંત આંચકો આવે એ રીતે ઉડ્ડયન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
