તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
બોલો, ૨૭ વર્ષના યુવકને પીઝા કે બર્ગર નહીં, પણ કાચ ખાવામાં મજા પડી રહી છે

લંડન, તા.૮: કોઈ વ્યક્તિના ખાનપાનની ખરાબ આદતો વિશે વાત થાય ત્યારે મોટા ભાગે જન્ક ફૂડનું નામ પહેલાં લેવાય છે, પણ ૨૭ વર્ષના એક યુવકને તો બહુ વિચિત્ર વ્યસન છે. વ્યવસાયે એક સ્ટૅન્ડઅપ કૉમેડિયન જોશને કાચના ટુકડા ખાવાનું બહુ ગમે છે. જોશભાઈને કાચ ખાવાનો આવો અજીબ જોશ કયાંથી આવ્યો એવો સવાલ કોઈને પણ થાય. આ યુવકે પહેલી વાર એક પુસ્તકમાં ‘ગ્લાસ ઈટિંગ' વિશે સાંભળ્યું હતું. પહેલાં તો તે કાચ ખાવામાં ડરતો હતો, પણ પછી તેને આ બહુ સરળ લાગ્યું. જોશની આદતથી તેની મંગેતર પણ ચોંકી ગઈ હતી. જોશનું કહેવું છે કે ‘જ્યારે પણ હું કાચ ખાઉં છું ત્યારે મને સારી લાગણી થાય છે. સામાન્ય રીતે હું શૅમ્પેન ગ્લાસ, વાઇન ગ્લાસ, લાઇટ બલ્બ ખાઉં છું જે પાતળા હોય છે.' જોશની આ આદતથી તેના હોઠ અને પેઢામાં ઈજા થઈ છે અને હવે તે આ આદત છોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
