<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

પાણી વગર વલખાં મારતા બેંગ્‍લોરમાં બિઅરની પણ અછત

બિઅરની ડિમાન્‍ડ વધી જતાં પબ્‍સમાં બિઅર-શોર્ટેજ થઈ છે

બેંગ્‍લોર, તા.૮: બેંગલોરમાં પાણીની અછતનો સામનો કરી રહેલા લોકોને હવે બિઅર માટે પણ તરસવાનો વારો આવી શકે છે. કાળઝાળ ગરમીમાં બિઅરની ડિમાન્‍ડ વધી જતાં પબ્‍સમાં બિઅર-શૉર્ટેજ થઈ છે. છેલ્લા મહિનાઓમાં બિઅરનું વેચાણ આકાશને આંબી ગયું હતું. સતત પ્રોડક્‍શનને લીધે બિઅરની અછત સર્જાઈ છે અને રીટેલ સ્‍ટોરને રીસ્‍ટૉકિંગ કરવામાં વાર લાગી રહી છે. સ્‍ટોરના માલિકોનું કહેવું છે કે આ વખતે સેલ્‍સ અપેક્ષા કરતાં વધી ગયું છે અને એ માટે તેઓ તૈયાર નહોતા. ઉનાળાની સીઝનમાં સામાન્‍ય રીતે લોકો ફ્રૂટ ફ્‌લેવરનો બિઅર પસંદ કરે છે, પણ આ વખતે કેરીનું એટલું ઉત્‍પાદન ન થતાં લોકો રેગ્‍યુલર બિઅર પી રહ્યા છે. આ ઉપરાંત IPL સીઝનને કારણે પણ એનું વેચાણ વધ્‍યું છે. આ વર્ષે ૩૦,૦૦૦ લીટર બિઅર વેચાઈ ચૂકયો છે, ગયા વર્ષે આ આંકડો ૯૦૦૦ લીટર હતો.(

(3:19 PM IST)