તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
ઓએમજી.....આ 17 વર્ષીય છોકરો 24 કલાક ટ્રેનમાં જ રહે છે

નવી દિલ્હી: ૧૭ વર્ષનો એક તરૂણ દર વર્ષે ટ્રેનને આશરે ૮.૩ લાખ રૂપિયા જેટલી રકમ દર વર્ષે આપે છે. આ તરૂણનું નામ છે લાસે સ્ટોવી જે ડયુશ-બાન-રેલકારમાં જ રહે છે. જેનું તે દર વર્ષે ૧૦ હજાર ડોલર જેટલું ભાડું ચૂકવે છે. જે ભારતીય ચલણમાં આશરે ૮.૩ લાખ રૂપિયા જેટલું થાય છે. તે જર્મની અને યુરોપનાં અન્ય શહેરોમાં મળીને રોજ ૬૦૦ કીમીની સફર કરે છે.આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોસ્ટ જણાવે છે કે, તે ડાઇનિંગકારમાં જ નાસ્તો કરી લે છે. જમે છે પણ તેમાં સિંકમાં કપડાં ધોઈ નાખે છે અને કોઈપણ કોમ્યુનિટી સેન્ટર કે પબ્લિક સ્વીમીંગ પુલમાં શાવર લઈ લે છે.આ તરૂણ વ્યવસાયે સોફટવેર ડીકોડર છે. તેમાંથી કમાણી કરે છે. તેણે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, 'ટ્રેનમાં દિવસો વીતાવવા તે આઝાદી છે. તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો. તે યુવાન સવારે બાલ્ટિક સીના તટે બ્રેકફાસ્ટ લે તો સાંજે આલ્પ્સ પર્વત ઉપરથી સૂર્યાસ્તનો બહુરંગી માહોલ પણ માણે છે.'તે તેનો સમય મોટાભાગે લેપટોપ પર જ વીતાવે છે. તે મોટે ભાગે ટ્રેનમાં જ રહે છે. કોઈવાર કોઈ સ્ટેશન ઉપર ઉતરી કોઈ બૂક સ્ટોલ કે સ્નેક બારમાં જાય છે. કોઈ વખત પેસેન્જરો સાથે પણ જોવા મળે છે. નીરાંતે ઉંઘવા માટે તે નોઇસ કેન્સલેશન વાળું હેડફોન લગાવી દે છે. ટ્રાવેલ બ્લેન્કેટ અને હેડ પીલો તો પેસેન્જર્સને મળે જ તે લઈ તે ઉંઘી જાય છે. તેના એક વ્યાપારી સાથીએ કહ્યું કે, આ પ્રકારની જિંદગીમાં 'પ્રાઈવસી' જેવું તો હોઈ જ ન શકે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
