<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

તો આ કારણોસર હમાસે યુદ્ધ વિરામ માટેની દરખાસ્ત સ્વીકારી હોવાના સમાચાર

નવી દિલ્હી: હમાસે સોમવારે સાંજે જણાવ્યું હતું કે, સતત સાત મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં ઇજીપ્ત અને કટારે રજૂ કરેલી યુદ્ધ વિરામની દરખાસ્ત સ્વીકારવા તૈયાર છે. હમાસે તેનો આ નિર્ણય ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં રહેલા આ શહેરના ૧ લાખ જેટલા નાગરિકોને શહેર ખાલી કરવા કરેલા હુકમ પછી જાહેર કર્યો હતો. ઇઝરાયલે નાગરિકોને આ શહેર ખાલી કરવાના હુકમનો સીધો જ અર્થ તે થાય છે કે, ઇઝરાયલ ગમે તે ક્ષણે ગાઝા પટ્ટીની દક્ષિણે રહેલા આ શહેર ઉપર હુમલો કરે તેવી સંભાવના છે.
જો કે હમાસે યુદ્ધ વિરામ અને તેને પગલે ઇજીપ્ત કટાર દ્વારા રજૂ કરાયેલી શાંતિ મંત્રણાની દરખાસ્તમાં સ્વીકારી તેમાં સામેલ થવાની તેની તૈયારીનો સંકેત આપ્યો છે. જો કે ઇઝરાયલે આ વિષે કોઈ પ્રત્યાઘાતો આપ્યા નથી.ઇજીપ્ત અને હમાસના અધિકારીઓએ કહ્યું હતું કે તે યુદ્ધ વિરામ પણ તબક્કાવાર થશે. જે પ્રમાણે હમાસ નાના-નાના જથ્થાઓમાં તેના બંધકોને મુક્ત કરશે તેમ તેમ તે ગાળામાં બંધકોને મુક્ત કરાશે.

 

(5:42 PM IST)