તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વી જેવો જ એક નવો ગ્રહ શોધી કાઢ્યો

નવી દિલ્હી: અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ નવા ગ્રહનો આકાર ધરતીથી બે ઘણો મોટો છે. નાસાએ નવા ગ્રહની તસવીર પણ શેર કરી છે. વિજ્ઞાનીઓએ નવા ગ્રહનું નામ ‘55 ક્રૈનક્રી ઈ (55 Cancri e)’ આપ્યું છે. નવો ગ્રહ ધરતી જેવો દેખાતો હોવાથી તેને સુપર અર્થ (Super Earth) પણ કહેવાય છે. પૃથ્વીના વાતાવારણમાં નાઈટ્રોજન, ઑક્સીજન અને ઓર્ગન (Nitrogen, Oxygen And Organ) જેવા ગેસ છે, તો સુપર અર્થના વાતાવરણમાં કાર્બન ડાઈ ઑક્સાઈડ અને કાર્બન મોનોઑક્સાઈડ (Carbon Dioxide And Carbon Monoxide) છે. જનરલ નેચરમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, નવા ગ્રહમાં વાતાવરણ હોવું એક મોટી વાત છે. નવો ગ્રહ પૃથ્વીથી મોટો અને નેપચ્યૂન (Naptune)થી નાનો હોવાથી, તેનું નામ સુપર અર્થ રખાયું છે. સુપર અર્થનું બોઈલિંગ ટેમ્પ્રેસર 2300 ડિગ્રી સેલ્સિયસ છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે, સુપર અર્થ ગ્રહને શોધાયા બાદ સૌરમંડળમાં ગાઢ વાતાવરણ અને ખડકાળ સપાટી ધરાવતા ગ્રહો પણ હોવાની સંભાવના છે. નવો ગ્રહ ધરતી 41 લાઈટ ઈયર દૂર છે અને તે આઠ ઘણો ભારે છે. ઉલ્લેખનીય છે કે, એક લાઈટ ઈયરમાં 9.7 ટ્રિલિયન કિલોમીટર હોય છે. વિજ્ઞાનીઓના મતે સુપર અર્થની શોધ બાદ ઘણા તથ્યો જાણી શકાશે. જેમ કે પૃથ્વી અને મંગલ ગ્રહની ઉત્પત્તી કેવી રીતે થઈ? તેનો જવાબ સુપર અર્થ પરથી મળી શકે છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
