તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
સ્પેસ સાયન્સમાં પ્રથમવાર આ પ્રકારના ઈંધણથી રોકેટ ઉડાડવામાં આવ્યું

નવી દિલ્હી: એક જર્મન કંપનીએ પ્રથમવાર મીણબત્તીમાં ઉપયોગમાં લેવાતા મીણની ઉર્જા વડે રોકેટ અંતરિક્ષમાં મોકલવામાં સફળતા મેળવી છે. આ સફળતા નાના કારોબારીઓ માટે ઓછા ખર્ચે અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવાની દિશામાં મહત્વનું છે. આ રોકેટ 7 મે ના રોજ સવારે 5 વાગે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં કૂનીબ્બા ખાતેની લોંચ સાઇટ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનું નામ એઆર 75 રાખવામાં આવ્યું છે.પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલું રોકેટ 12 મીટર લંબાઇ ધરાવે છે. આ રોકેટની મદદથી 250 કિલો વજન 250 કિમી દૂર અવકાશમાં લઇ જઇ શકાય છે. દરિયાની સપાટીથી 100 કિમી ઉંચાઇ પર અંતરિક્ષની સીમા શરુ થાય છે. આ રોકેટ ઉર્જા માટે પેરાફીન એટલે કે મીણબત્તી અને તરલ ઓકિસજનનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઇંધણ રોકેટમાં વાપરવા માટે માઇનસ 432 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ રાખી શકાય છે. રોકેટ તૈયાર કરવાના જર્મન અંતરિક્ષ એજન્સી ડીએલઆરના સ્ટાર્ટઅપમાં 65 લોકો કામ કરી રહયા છે. અગાઉ અંતરિક્ષ એજન્સીને ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલવાના અંદાજે 10 કરોડ યુરોના ઓર્ડર મળી ચુકયા છે. ઉપગ્રહ મોકલવા માટે રોકેટમાં હાઇડ્રોજનના સ્થાને પેરાફીનનો ઉપયોગ કરવાનો એક માત્ર હેતું ઇંધણ ખર્ચ બચાવવાનો છે. પેરાફીન ઇંધણથી આવનારા સમયમાં ઇંધણ ખર્ચમાં 50 ટકા જેટલો ઘટાડો થશે. વર્તમાન સમયમાં ભારતની ઇસરો અને ઇલોન મસ્કની કંપની સ્પેસએકસ કિફાયતી કિંમતે સેવા આપી રહી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
