તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે પુતિને મોટો નિર્ણય લીધો

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંરક્ષણ મંત્રી સર્ગેર્ઈ શોઈગુને હટાવી દીધા છે. તેમણે આંદ્રેર્ઈ બેલેસાઉની નવા સંરક્ષણ મંત્રી તરીકે નિમણૂક કરી છે. બેલેસાઉ રશિયાના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. પુતિને શર્ગેર્ઈ શોઈગુને સંરક્ષણ મંત્રી પદેથી એટલા માટે મુક્ત કર્યા કેમ કે તે તેમને શક્તિશાળી સુરક્ષા પરિષદના સચિવ નિમણૂક કરવા ઈચ્છે છે. હાલ નિકોલાઈ પાત્રુશેવ આ પદને સંભાળી રહ્યા છે. યુદ્ધની વચ્ચે સુરક્ષા ઉદ્યોગની સમસ્યાઓને સંભાળવા માટે પુતિનને સર્ગેર્ઈ શોઈગુ પર વધુ વિશ્વાસ છે. તેમને પુતિનના નજીકના માનવામાં આવે છે.નવા સંરક્ષણ મંત્રી બેલસાઉને આર્થિક મોર્ચાના મહારથી માનવામાં આવે છે. દરમિયાન તેમને સંરક્ષણ મંત્રી બનાવવાના નિર્ણય પર લોકો ચોંકી ગયા છે. રશિયા યુક્રેનની સામે ફ્રેબુઆરી 2022 થી યુદ્ધ લડી રહ્યુ છે. મંત્રીમંડળમાં જે પણ પરિવર્તન કરવામાં આવ્યા છે તેને સંસદમાં પણ સ્વીકૃતિ મળવી નક્કી છે. જનરલ સ્ટાફના ચીફ ગેરાસિમોવ અને વિદેશ મંત્રી સર્ગેર્ઈ લાવરોવ પોતાના પદ પર રહેશે. ઉલ્લેખનીય છે કે શોઈગુને જે નવી ભૂમિકા આપવામાં આવી છે તે સંરક્ષણ મંત્રીથી પણ પદમાં મોટી છે. ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યુ કે 1980માં સોવિયેત સંઘની જે હાલત થઈ હતી તેને જોતા આ પરિવર્તન યોગ્ય છે. તે સંપૂર્ણ સેના અને અન્ય સુરક્ષાદળો પર દેશનો 7.4 ટકા ખર્ચ થતો હતો. દરમિયાન પુતિન ઈચ્છે છે કોઈ આર્થિક સમજણ રાખનાર વ્યક્તિ રક્ષા મંત્રાલયનો પદભાર સંભાળે અને વધુ ખર્ચને ઓછો કરવામાં મદદ કરે. પુતિને પૂર્વ રાષ્ટ્રપતિ મિખાઈલ મિશુસ્તિનને ફરીથી દેશના વડાપ્રધાન નિમણૂક કર્યા છે અને તેમના નામને મંજૂરી માટે સંસદના નીચલા સદનની પાસે મોકલ્યું છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
