તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ડુકકરની કિડની ટ્રાન્સપ્લાંટ કરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિનું બે મહિનામાં મૃત્યુ થતા ડોકટરો ચિંતામાં

નવી દિલ્હી: વિશ્વભરમાં પ્રથમવાર ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ (Pigs Kidney Transplant) કરાવીને ચર્ચામાં આવેલા 62 વર્ષના રિચર્ડ સ્લેમૈન (Richard Slayman)નું મોત થયું છે. તેમના પરિવારે શનિવારે કહ્યું કે, તેમના મોતનું કારણ જાણવા મળ્યું નથી. બીજીતરફ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર મૈસાચુએટ્સ હોસ્પિટલે કહ્યું કે, તેમનું મોત ટ્રાન્સપ્લાન્ટના કારણે થયું નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના બોસ્ટનમાં આવેલી મૈસાચુએટ્સની જનરલ હોસ્પિટલ (Massachusetts General Hospital)માં રિચર્ડની ચાર કલાક સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ડુક્કરની જેનેટિકલી મોડિફાઈડ કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. હોસ્પિટલના સત્તાવાળાઓએ કહ્યું કે, હોસ્પિટલનો તમામ સ્ટાફ રિચર્ડના મોતથી દુઃખી છે. જોકે તેમનું મોત ટ્રન્સપ્લાન્ટથી થયું હોય, તેવા કોઈપણ લક્ષણો દેખાયા નથી. રિચર્ડને ટાઈપ ટુ ડાયાબિટિઝ અને હાઈપરટેન્શનની બિમારી હતી. તેમણે ઘણા વર્ષો સુધી ડાયાલિસિસ કરાવ્યું હતું. તેમણે ડિસેમ્બર 2018માં પ્રથમવાર માનવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને આ સર્જરી પણ મૈસાચુએટ્સમાં થઈ હતી. રિચર્ડે પ્રથવાર કરાવેલી માનવ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે તેમણે 2023માં ફરી ડાયાલિસિસ કરાવવાની નોબત આવી, જેના કારણે તેમના જીવન પર ઘણી ખરાબ અસર થઈ. હોસ્પિટલે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, સ્લૈમૈનને હંમેશા યાદ રાખવામાં આવશે, કારણ કે તેમણે મેડિકલ સાયન્સના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
