તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th May 2024
ડોક્ટરોએ પુત્રીની બીમારી દૂર કરવાની ના કહેતા માતાએ અથાગ મહેનત કરીને મેળવી સફળતા

નવી દિલ્હી: કહેવત છે કે, “માની ગરજ કોઈથી ન સારે”. અર્થાત માનું સ્થાન કોઈ લઈ શકે નહીં. તે પોતાના બાળકો માટે આખી દુનિયાથી લડી જાય છે. તેના ઉપકારનો બદલો ક્યારેય પાછો વાળી શકાય નહીં. એવી જ એક મા છે ટ્રેસી ડિક્સોન-સાલાઝાર... આ મહિલાએ પોતાની બાળકીનુ દર્દ અને બીમારીથી કંટાળીને હાર સ્વીકારવાના બદલે તેની સામે લડત આપી જાતે સારવાર શોધી બાળકીને સાજી કરી છે. મોટાભાગના ડોક્ટર્સ તેની દીકરી સવાન્નાહની આંચકીના હુમલા પાછળનું કારણ શોધી શક્યા ન હતા. તેની સારવાર પણ કરવામાં અસમર્થ રહ્યા હતાં. પરંતુ તેની માતા ડિક્સોન-સાલાઝારે હાર ન માની અને પોતાની દીકરીની બીમારીનું કારણ શોધવા માટે ફરીથી અભ્યાસ શરૂ કર્યો, પીએચડી કરી દીકરીની બીમારીનું કારણ શોધ્યું અને તેનો ઉકેલ શોધી જાતે સારવાર શરૂ કરી. કેલિફોર્નિયાના સાન ડિઆગો શહેરમાં રહેતી ડિક્સોન સાલાઝારે (ઉ.વ. 52)એ જણાવ્યું હતું કે, મારી દીકરી જન્મી ત્યારે સામાન્ય બાળકની જેમ જ હસતી રમતી હતી. પરંતુ જ્યારે તે 3 વર્ષની થઈ ત્યારે અચાનક તેની તબિયત બગડવા લાગી. રોજના તેને 100થી વધુ આંચકીના હુમલા આવવા લાગ્યા. અમે ગભરાઈ ગયા. અમે ડોક્ટર પાસે લઈ ગયા, તો ડોક્ટરને પણ ખબર નથી પડી રહી કે, સવાન્નાહને શા માટે અને કેવી રીતે આંચકીના હુમલા આવી રહ્યા છે. પરંતુ બાદમાં ડિક્સોન-સાલાઝાર અને તેના પતિને ખબર પડી કે, સવાન્નાહને વાઈ નામની બીમારી છે. પરંતુ ડોક્ટર્સે તેના વિશે અમને જણાવ્યું ન હતું.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
