<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

શિકાગોની ટીનેજરે ૧૨ વર્ષે બેચલર, ૧૫ વર્ષે માસ્‍ટર્સ કર્યુ અને ૧૭ વર્ષની ઉંમરે તે ડોક્‍ટર બની ગઈ

૧૦ વર્ષની ઉંમરે સાઇકોલોજીમાં અસોસિએટ ડિગ્રી મેળવ્‍યા બાદ તેણે ૧૨ વર્ષે લિબરલ આર્ટ્‍સમાં બેચલર પૂર્ણ કર્યુ હતું

શિકાગો, તા.૧૭: અમેરિકાના શિકાગોમાં માત્ર ૧૭ વર્ષની એક છોકરીએ ડૉક્‍ટરેટની ડિગ્રી મેળવીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ડૉરોથી જીન ટિલમૅન ૬ મેએ ઍરિઝોના સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્‍યુએટ થઈ હતી. બાળપણમાં હોમ-સ્‍કૂલિંગ મેળવનારી આ ટીનેજરની શૈક્ષણિક સિદ્ધિની યાદી લાંબી છે. માત્ર ૮ વર્ષની ઉંમરે ડૉરોથીએ હાઈ સ્‍કૂલ માટે ડ્‍યુઅલ એનરોલમેન્‍ટ કર્યું હતું. ૧૦ વર્ષની ઉંમરે સાઇકૉલૉજીમાં અસોસિએટ ડિગ્રી મેળવ્‍યા બાદ તેણે ૧૨ વર્ષે લિબરલ આર્ટ્‍સમાં બૅચલર પૂર્ણ કર્યું હતું. ૨૦૨૦માં ડૉરોથી ૧૫ વર્ષની  થઈ ત્‍યારે તેણે માસ્‍ટર ઑફ સાયન્‍સની ડિગ્રી મેળવી હતી. એ પછી તેણે ઇન્‍ટિગ્રેટેડ બિહેવિયરલ હેલ્‍થ વિષયમાં ડૉક્‍ટરેટ કર્યું હતું. ડૉ. ડૉરોથીનું કહેવું છે કે વ્‍યક્‍તિ જીવનમાં જે  ઇચ્‍છે એ મેળવી શકે છે. મારો પરિવાર, ખાસ કરીને મારાં દાદીએ મને હંમેશાં શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કરી હતી.

(4:12 PM IST)