તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
પહેલીવાર સ્વિમસૂટ ફેશન-શો યોજાયો અને સાઉદી અરેબિયામાં ઇતિહાસ સર્જાયો
સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદે ૨૦૧૭માં સત્તા સંભાળ્યા બાદ દેશમાં વિવિધ સામાજિક સુધારાઓ શરૂ કર્યા હતા

રીયાધ તા. ૨૦ : જે દેશમાં થોડાં વર્ષ પહેલાં સુધી મહિલાઓને ડ્રાઇવિંગ કરવાની મંજૂરી નહોતી તથા મહિલાઓ માટે શરીર સંપૂર્ણપણે ઢાંકવું અનિવાર્ય માનવામાં આવતું હતું ત્યાં સ્વિમસૂટ ફેશન-શો યોજાશે એવી કલ્પના પણ થઈ શકતી નહોતી, પણ હવે સ્થિતિ બદલાઈ છે. હાલમાં જ સાઉદી અરેબિયામાં પહેલી વાર સ્વિમસૂટ ફેશન-શો યોજાયો હતો.
સાઉદીના પશ્ચિમ કાંઠાના એક રિસોર્ટમાં યોજાયેલા ફેશન-શોમાં મોરોક્કોની ડિઝાઇનરના વન-પીસ સ્વિમસૂટ પહેરીને મોડલોએ વોક કર્યો હતો. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદે ૨૦૧૭માં સત્તા સંભાળ્યા બાદ દેશમાં વિવિધ સામાજિક સુધારાઓ શરૂ કર્યા હતા.(
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
