News of Monday, 20th May 2024
સિંગાપુરમાં ફરીથી કોરોના એક્ટિવ થતા માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું

નવી દિલ્હી: કોવિડ-૧૯ જ્યારે પહેલીવાર ત્રાટક્યો ત્યારે વિજ્ઞાનીઓ અને તબીબોને કહ્યું હતું કે કોવિડ તરત આવ્યો નહીં જાય સતત સાવચેત રહેવાની જરૂર છે. તબીબો અને વિજ્ઞાનીઓની આ ચેતવણી સાચી પડતી લાગે છે. સિંગાપુરમાં કોવિડે દેખાદીધા છે. ત્યાં મે ૫ થી ૧૧ સુધીમાં કોવિડના કેસો ૧૩૭૦૦ હતા તે વધીને ૨૫૯૦૦ સુધી પહોંચ્યા છે.સિંગાપુરની સરકાર અત્યારે પરિસ્થિતિ ઉપર બાજનજર રાખી રહી છે. તેને મળેલા ડેટા પ્રમાણે મે ની ૧૧મીએ દેશમાં ૨૫૭૦૦ કેસો નોંધાયા છે. ફરજિયાત માસ્ક પહેરવા 'આદેશ' આપી દીધો છે. આ ટાપુ રાષ્ટ્રનું આરોગ્ય મંત્રાલય જણાવે છે કે એની ૫ મીથી ૧૧ સુધીમાં ૧૩૭૦૦ કેસ નોંધાયા હતા. તે પછી મેની ૧૨ મીથી ૧૯ મી સુધીમાં સપ્તાહમાં કેસની સંખ્યા બમણી થઈ. ૨૫૯૦૦ નોંધાણી હતી. આ સાથે હોસ્પિટલોમાં આવતા રોજના ૧૮૧ કેસોની સંખ્યા વધીને ૨૫૦ જેટલી પહોંચી છે. તેથી ગવર્નમેન્ટ હોસ્પિટલોને આદેશ અપાઈ ગયો છે કે તેમણે નોન-અર્જન્ટ કેસીસ લેવા નહીં તેટલું જ નહીં પરંતુ નોન-અર્જન્ટ સર્જરી પણ એવોઈડ કરી અન્ય હોસ્પિટલોમાં તે દર્દીઓને મોકલી દેવા. કારણ કે કોવિડના કેસો વધતા હોસ્પિટલોમાં બેડ પણ ઓછા પડવા સંભવ છે. સિંગાપુરના આરોગ્યમંત્રી ઓંગ યે કુંગે જણાવ્યું હતું કે સૌથી વધુ ચિંતાજનક વાત તે છે કે કોવિડમોજું જ ઊભું થયું છે. આ તો તેનો પ્રારંભ જ છે. ભય તે છે કે તે મોજું ધીમે ધીમે વધતું જાય છે. તેમ ''સ્ટ્રેઈટ-ટાઈમ્સ'' જણાવે છે. ઓંગ-યે-કુંગે જણાવ્યું હતું કે આ મોજું આગામી બે કે ચાર સપ્તાહમાં એટલે કે જૂનના મધ ભાગથી અંત ભાગ સુધીમાં તે ઉચ્ચતમ સપાટીએ પહોંચી જશે. કોવિડ નાના બાળકો અને વિશેષતઃ ૫૦ વર્ષથી ઉપરના લોકોને તુર્તજ ઝડપી લે છે. તેથી બાળકોને સાચવવા અને વૃદ્ધોને સાવચેત રહેવું. આરોગ્ય મંત્રીએ આ સાથે સૌ કોઈને વેક્સિન લેવા જણાવી દીધું છે. જેઓએ વેક્સિન લીધી હોય પરંતુ તે પછી ૧૨ માસ વીતી ગયા હોય તેમણે તુર્તજ વેક્સિન લઈ લેવી.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
