<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પત્‍નિને ક્રુરતાથી પતાવી બહાર આવી પ્રવિણે પુત્રવધૂને કહ્યું-મેં તારી સાસુને મારી નાંખી છે! : મોરબી રોડની સ્‍કાય સોસાયટીમાં કલેશ-શંકાને લીધે હત્‍યાઃ ત્રીસ વર્ષ પહેલા લગ્ન થયા ત્‍યારથી પતિ કામધંધો કરતો ન હોઇ શારદાબેનને બહાર કામે જવું પડતું: ત્‍યારથી પતિ વારંવાર ‘તારે આડાસંબંધ છે' એવું શંકા કરી ઝઘડો કરતો રહેતો પત્‍નિને પતાવી પ્રવિણ ઝેર પી ગયો હતોઃ ઝેર પીધેલી હાલતમાં બસમાં બેસી જુનાગઢ તરફ ભાગતો હતોઃ બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ શેખ, પીએસઆઇ ડોબરીયા, ડી. સ્‍ટાફ ટીમે કલાકોમાં આરોપીને દબોચી લીધો : હત્‍યાનો ભોગ બનેલા શારદાબેન ચાર બહેન, બે ભાઇમાં ત્રીજા હતાં: નાના બહેન વેલનાથપરામાં રહેતાં ગીતાબેન અશોકભાઇ વઢુકીયાની ફરિયાદ પરથી પોલીસે હત્‍યાનો ગુનો નોંધ્‍યો : વચ્‍ચે પડેલી પુત્રવધૂ કાજલને સસરા પ્રવિણે ધક્કો દઇ બહાર કાઢી રૂમ બંધ કરી પત્‍નિને છથી સાત છરીના ઘા મારી દીધા2:16 PM IST

સામુ જોયું એમાં સામ-સામે ગાળાગાળી થઇ, ગુસ્‍સે થઇ ગનીએ છરીના ઘા ઝીંકી મનિષ પરમારને રહેંસી નાંખ્‍યો : ગાંધીગ્રામ એસકે ચોકમાં હત્‍યાઃ આરોપી ગની અને રીયાઝને રાતોરાત એલસીબી ઝોન-૨એ દબોચી લીધા : ડ્રાઇવીંગ કરવા સાથે ટીફીન સર્વિસનું કામ કરતો મનિષ જમીને પાન ફાકી ખાવા ગયો અને લોથ ઢળીઃ જામનગર તરફ ભાગી રહેલા આરોપીઓને દબોચી ગાંધીગ્રામ પોલીસને સોંપાયાઃ ગની તાજેતરમાં સાયબર ફ્રોડના ગુનામાં જેલમાંથી છુટયો છેઃ હત્‍યાનો ભોગ બનનાર મનિષ બે ભાઇમાં મોટો હતો : મનિષ મઢુલી પાને હતો, નાનો ભાઇ કિશન તેનાથી થોડે દૂર હતોઃ મનિષે નાના ભાઇ કિશનને ફોન કરી કહ્યું-મોમેડીયનના છોકરાઓએ માથાકુટ કરી છે, મારી સામે છરી કાઢી છે તું જલ્‍દી આવઃ કિશન પહોંચ્‍યો ત્‍યાં ઘા ઝીંકી દેવાયા હતાં: મનિષે લોહીલુહાણ હાલતમાં કહ્યું-સામુ જોવા પ્રશ્ને ગની અને રીયાઝે ગાળો દેતાં, મેં પણ સામે દીધી એમાં છરીના ઘા ઝીંકી દીધાઃ કિશને સારવાર માટે ખસેડયો પરંતુ હોસ્‍પિટલે મૃતદેહ જ પહોંચ્‍યો3:05 PM IST