News of Monday, 20th May 2024
રશિયાએ યુક્રેન પર ફરીથી મિસાઈલ હુમલો કરતા ગર્ભવતી મહિલા સહીત અન્ય 10ના મૃત્યુ

નવી દિલ્હી: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે રવિવારે રશિયાએ ફરી એકવાર યૂક્રેન પર હુમલો કરી દીધો. હુમલામાં 10 લોકોના મોત થયા છે. યૂક્રેન શહેર ખાર્કિવના મેયર ઇહોર તેરેખોવે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, બે રશિયન મિસાઇલોએ એક રિસોર્ટ પર હુમલો કર્યો. અહીં લોકો આરામ કરી રહ્યા હતા. દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, ખાર્કિવના બહારના વિસ્તારમાં એક રિસોર્ટ પર હુમલો થયો, જેમાં પાંચ લોકો માર્યા ગયા અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા. જ્યારે બીજો હુમલો કુપિયાંસ્ક જિલ્લાના બે ગામમાં થયો. જેમાં પાંચ લોકોના મોત થયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા. રશિયાએ 15-20 મિનિટમાં બે વિસ્ફોટ કર્યા. હુમલા દરમિયાન રિસોર્ટની સામે રહેતી એક મહિલા વેલેન્ટીની ઘર પર હતી. તેના ચહેરા પર લોહી હતું. રડતા રડતા તેમણે જણાવ્યું કે વિસ્ફોટમાં તેમના પતિનું મોત થઈ ગયું. મહિલાએ રડતા કહ્યું કે, રશિયા જાનવર છે. નિર્દોષ લોકો પર શા માટે હુમલા કરી રહ્યું છે. રવિવારના હુમલા બાદ રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેન્સ્કીએ કહ્યું કે, દુનિયા રશિયા આતંકને રોકી શકે છે. એવું કરવા માટે નેતાઓ વચ્ચે રાજનીતિક ઈચ્છાશક્તિની કમી દૂર કરવી પડશે. એક પોલીસ અધિકારી યારોસ્લાવ ટ્રોફિમકોએ જણાવ્યું કે, અહીં કોઈ પણ સૈનિક ન હતો. અહીં લોકો આરામ કરવા આવે છે. અહીં બાળકો હતા. મહિલાઓ હતી. તમામ સામાન્ય લોકો હતા, જે રજાની મજા લઈ રહ્યા હતા.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
