તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
આફ્રિકામાં વધી રહ્યો છે હેપેટાઇટિસ ઈ નો પ્રકોપ:કરોડો લોકોનો લેવાય છે ભોગ

નવી દિલ્હી: આફ્રિકાના ચાડ દેશના પૂર્વી ભાગમાં આવેલા ઔઆડાઇ પ્રાંતમાં આવેલા હેપેટાઇટિસ ઇ પ્રકોપ થયો છે. જાન્યુઆરી અને એપ્રિલ ૨૦૨૪ની વચ્ચે બે સ્વાસ્થ્ય જિલ્લાઓમાં હેપેટાઇટિસ ઇ ના ૨૦૯૩ જેટલા શંકાસ્પદ કેસ ધ્યાનમાં આવ્યા છે. હેપેટાઇટિસ લીવરનો એક પ્રકારનો સોજો છે. લીવર વિભિન્ન ઇજ્જાઓ અને હાનિકારક એજન્ટો અંગે પ્રતિક્રિયા આપે છે. હેપેટાઇટિસ વિભિન્ન પ્રકારના સંક્રામક વાયરસ અને ગેર સંક્રામક એજન્ટોના કારણે થાય છે. જેનાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા પેદા થાય છે જેમાંથી કેટલી અત્યંત જીવલેણ સાબીત થાય છે. શરાબનું વધુ સેવન કરવાથી આલ્કોહોલ હેપેટાઇટિસથી થાય છે. લીવરમાં વધુ ચરબી જામવાથી સ્ટીટો હેપેટાઇટિસ થાય છે. આ ઉપરાંત દવાઓ અને વિષાકત પદાર્થોથી વિષાકત હેપેટાઇટિસ અને ઓટો ઇમ્યૂનિટીથી ઓટો ઇમ્યૂન હેપેટાઇટિસ થાય છે. હેપેટાઇટિસના મુખ્ય પાંચ વાયરસ છે જેમાં હેપેટાઇટિસ એ, બી, સી, ડી અને ઇ નો સમાવેશ થાય છે. એક જ વાયરસનો સ્ટ્રેનનો નહી પરંતુ જુદા જુદા વાયરસ છે. ચાડમાં હેપેટાઇટિસ ઇ નો પ્રકોપ થયો છે. હેપેટાઇટિસના તમામ પ્રકાર લીવરને નુકસાન કરે છે પરંતુ તેના ફેલાવામાં બીમારીની ગંભીરતા, ભૌગોલિક સ્થિતિ અને સારવાર મહત્વની છે એક અનુમાન અનુસાર દુનિયામાં ૩૫ થી ૪૦ કરોડ લોકો હેપેટાઇટિસ બી કે સી થી પીડાય છે. વિશ્વમાં ૯૩ કરોડ લોકોએ જીવનમાં કોઇને કોઇ પ્રકારના હેપેટાઇટિસ સંક્રમણનો અનુભવ ધરાવે છે. ૨૦૨૦થી અત્યાર સુધીમાં ૧૧ કરોડ લોકોને સંક્રમણ ચાલી રહયું છે. હેપેટાઇટિસ બીમારીમાંથી આફ્રિકા, એશિયા, યુરોપ, ઉત્તરી અમેરિકા અને દક્ષિણ અમેરિકા બાકાત નથી. હેપેટાઇટિસ ઇ વાયરસના આઠ જીનો ટાઇપમાંથી ચાર માણસને વધારે પ્રભાવિત કરે છે. જીનોટાઇપ ૧ અને ૨ મળ અને મુખ માર્ગથી ખાસ કરીને દૂષિત પાણીથી ફેલાય છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
