<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ઈરાને અંડર ગ્રાઉન્ડ મિસાઈલ સીટી તૈયાર કરવાનો દાવો કર્યો હોવાના સમાચાર

નવી દિલ્હી: અમેરિકા અને ઇઝરાયેલના ઘોર વિરોધી ઇરાને અંડર ગ્રાઉન્ડ મિસાઇલ સીટી તૈયાર કરીને મિસાઇલ રાખ્યા હોવાનો દાવો કર્યો છે. ઇરાન  અત્યંત આધુનિક હથિયારો તૈયાર કરીને ઇઝરાયેલ અને અમેરિકાનો મુકાબલો કરવાની તૈયારી કરી રહયું છે. પશ્ચિમ અને ખાસ તો ઇઝરાયેલ સાથેના તણાવની વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવામાં મજબુતાઇથી આગળ વધી રહયું છે.  પરમાણુ હથિયારો અંગે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઇરાન પોતાના સીક્રેટ પરમાણુ કેન્દ્રોમાંથી એક થી ૬ મહિનામાં બોંબ બનાવી શકે છે. ધ સનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ કેન્દ્રો ઇરાનની વિશાળ સુરંગોની જાળથી જોડાયેલા છે. આનું સટિક સ્થાન જાણી શકાયું નથી પરંતુ રાજધાની તહેરાનની બહાર જુદા જુદા લાત સ્થળોએ પરમાણુ શસ્ત્રો છુપાવ્યા છે. આ તમામ શસ્ત્રો ૧૬૪૦ ફુટની ઉંડાઇએ દબાયેલા છે. પરમાણુ સ્થળોએ રોડ, મોબાઇલ, ટ્રાંસપોર્ટર, ઇરેકટર લોન્ચર ટ્રેક અને બીજા હાર્ડવેર સાથે જમીનથી હવામાં પર પ્રહાર કરી શકાય તેવી જુદી જુદી રેંજની મિસાઇલો સેટ કરવામાં આવી છે. ૪ વર્ષ પહેલા આ મિસાઇલનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો જેમાં બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીજાદેહ ઇરાનના મિસાઇલ અડ્ડા પૃથ્વીની ઉંડાઇથી જવાળામુખીની જેમ ફૂટી શકે છે. ગત મહિને ઇરાને પોતાના શસ્ત્રભંડારમાં નવા આત્મઘાતી ડ્રોન નિર્માણની પણ ઘોષણા કરી હતી. ઇઝરાયેલને ઇરાનનો પરમાણુ કાર્યક્રમ આંખના કણાની જેમ ખુંચી રહયો છે. ભુતકાળમાં ઇઝરાયેલ ઇરાની શહેર ઇસ્ફહન શહેર પર હુમલો પણ કરી ચુકયું છે. વર્ષ ૨૦૧૯માં ઇરાને સમૃધ્ધ યુરેનિયમની માત્રા ૯૯૭ કિલોગ્રામથી વધારીને ૫૫૨૫ કિલોગ્રામ કરી હતી. ગત વર્ષે તેમાં ૩૮ ટકાનો વધારો કર્યો છે. સેટેલાઇટ તસ્વીરોમાં ગુપ્ત સંવર્ધન પરિસરમાં આ હિલચાલ ધ્યાનમાં આવી હતી.

 

(6:22 PM IST)