News of Friday, 24th May 2024
નદીમાં સ્નાન કરતી 5 વર્ષીય બાળકીનું મગજ અમીબાના કારણોસર મૃત્યુ

નવી દિલ્હી: નદી, તળાવ, ઝરણા અને સ્વીમિંગ પુલના તાજા પાણીમાં નેગલેરિયા ફાઉલેરી નામનો એક સુક્ષ્મજીવી અમીબા હોઇ શકે છે. આ ખાસ પ્રકારનો અમીબા નાક વાટે મગજમાં ઘૂસીને મગજના કોષોને કોતરી ખાતો હોવાથી તેને બ્રેઇન ઇટિંગ અમીબા કહેવામાં આવે છે એવો એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. તાજા પાણીમાં નાહતા હોય કે ડાઇવિંગ કરતા હોય ત્યારે જો પાણીમાં અમીબા હોયતો નાક વાટે મગજ સુધી પહોંચી જવાની સૌથી વધુ શકયતા રહેલી છે. તાજેતરમાં કેરલના કોઝિકોડમાં નદીમાં સ્નાન કરતી પ વર્ષની બાળકીનું "મગજ ખાનાર અમીબા"ના કારણે કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મુત્યુ થયું હતું. 1 મે ના રોજ નદીમાં સ્નાન કર્યા પછી 20 મી મેના રોજ બ્રેઇન ઇટિંગ અમીબા મોતનું કારણ બન્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં આ દુર્લભ રોગના 20 થી 25 જેટલા કેસ બને છે તેમ છતાં સ્વીમિંગ કરવાના શોખીનોએ હંમેશા ધ્યાન રાખવું જોઇએ અમીબા ગરમ તાજા પાણીમાં મળી શકે છે, સરોવરો અને નદીઓ, સ્વિમિંગ પુલ, સ્પ્લેશ પેડ્સ, સર્ફ પાર્ક અથવા અન્ય મનોરંજન સ્થળો કે જેની જાળવણી નબળી છે અથવા ન્યૂનતમ ક્લોરિનેટેડ છે ત્યાં પણ ચેપની શકયતા રહે છે. 115°F (46°C) સુધીનું ઊંચું તાપમાન તેની વૃદ્ધિ માટે અનુકૂળ પડે છે. ટેપ વોટરથી અમીબા ઇન્ફેકશનની શકયતા ઘણી જ ઓછી રહેલી છે પરંતુ ઇનહેલિંગ ડસ્ટથી ચેપ લાગી શકે છે. અમીબા એટલો માઇક્રો જીવ છે કે તેને નરી આંખે જોઇ શકાતો નથી. અમીબા માટીમાં પણ રહી શકે છે તેને જીવનકાળ માટે કોઇના આશરાની (હોસ્ટ)ની જરુર પડતી નથી. જેને પણ અમીબાનું સંક્રમણ લાગુ પડે છે તેને બચવાનો ચાન્સ રહેતો નથી. નિષ્ણાતોનું માનવું છે કે મગજમાં અમીબા ડેવલપ થવાની સ્થિતિને પ્રાયમરી એમેબિક મેનિન્ગોએનફાલીટીસ (પામ) રહેવામાં આવે છે. પામ મગજની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ખતમ કરી નાખે છે. આથી તેને બ્રેઇન ઇટિંગ અમીબા કહેવામાં આવે છે. અમેરિકામાં માત્ર થોડાક કેસ ઇટિંગ અમીબાના નોંધાય છે. અંદાજે ૮ થી ૧૦ કેસ જેમાંના મોટા ભાગના દક્ષિણી રાજયો, ફલોરિડા અને ટેકસાસમાં છે. ઇટિંગ અમીબાનો ભોગ મોટા ભાગે યુવાનો જ બને છે કારણ કે યુવાનો સ્વીમિંગ અને વોટર પ્લેઇંગ, ડાઇવિંગ વગેરેમાં વધારે રસ લેતા હોય છે. કેટલાક કેસ નોર્ધન સ્ટેટમાં ગરમીની સિઝન દરમિયાન જોવા મળે છે. કલાયમેટ ચેંજના કારણે બ્રેઇન ઇટિંગ અમીબાના કેસમાં વધારો થઇ શકે છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
