News of Friday, 24th May 2024
પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનમાં 100થી વધુ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: પાપુઆ ન્યુ ગિનીમાં ભયાનક ભૂસ્ખલનમાં શુક્રવારે 100 થી વધુ લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગે એન્ગા પ્રાંતના કાઓકલમ ગામ પાસે થયેલા ભૂસ્ખલનથી ઘણા મકાનો ધરાશાયી થયા હતા. રાહત કાર્યકરો અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. અનેક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ પાપા ન્યુગીનીયામાં ભૂસ્ખલન રાજધાની પોર્ટ મોરેસ્બીથી ઉત્તર-પશ્ચિમમાં આશરે 600 કિલોમીટર (370 માઇલ) દૂર એન્ગા પ્રાંતના કાઓકલમ ગામમાં સવારે 3 વાગ્યે થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 100 થી વધુ હોવાનો અંદાજ છે. વધુમાં તેમણે જણાવ્યું કે ભૂસ્ખલનના કારણે ઘણા ભારે પથ્થરો, વૃક્ષો અને છોડ પડી ગયા છે. જેના કારણે ઈમારતોને ભયંકર નુકસાન થયું હતું અને તે પણ પડી ગઈ હતી. જેના કારણે મૃતદેહો શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે સત્તાવાળાઓએ તે આંકડાની પુષ્ટિ કરી નથી. ગ્રામજનોએ જણાવ્યું કે માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ પણ ઘણી વધારે હોઈ શકે છે. વડા પ્રધાન જેમ્સ મારાપે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ જવાબ આપી રહ્યા છે અને જ્યારે તે ઉપલબ્ધ હશે ત્યારે તેઓ વિનાશ અને જાનહાનિ વિશે માહિતી જાહેર કરશે."મને હજુ સુધી પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી. જો કે, હું આજે વહેલી સવારે ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું,” મેરાપેએ એક નિવેદનમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે “અમે ડિઝાસ્ટર અધિકારીઓ, PNG ડિફેન્સ ફોર્સ, અને ડિપાર્ટમેન્ટ ઑફ વર્ક્સ એન્ડ હાઇવેને મોકલી રહ્યા છીએ. રાહત કાર્ય શરૂ છે અને શક્ય બને ત્યાં સુધી તમામને બચાવવાના પ્રયાસ હાથ ધરાશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
